• લખતર તાલુકાના ઢાંકી ગામે બે શખ્સોના ડખ્ખામાં ફાયરિંગ થતાં શેરીમાં રમી રહેલા 12 વર્ષના માસુમનું કરુણ મોત
  • ગોળીબારની વારદાતમાં બાળક સહીત બેના મોત : ચાર ઈજાગ્રસ્ત

ઝાલાવાડ પંથકમાં ફક્ત પાંચ જ દિવસમાં ત્રણ ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. ગત 27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ગોળીબારની ઘટનાઓ થંભવાનું નામ જ નથી લેતી. પ્રથમ ચોટીલાના સાંગાણી ગામે પશુપાલક પર ફાયરિંગ કરવામાં આવ્યા બાદ ગઈકાલે એક જ દિવસમાં અલગ અલગ બે ગોળીબારની ઘટનાથી ચકચાર મચી છે. ગઈકાલે રાત્રે હદ્દ તો ત્યારે થઇ ગઈ જયારે લખતર તાલુકાના ઢાંકી ગામે બે શખ્સોની જૂની અદાવતમાં માથાકૂટ થતાં અલી નથુ ડફેર નામના શખ્સે ફાયરિંગ કરતા શેરીમાં રમી રહેલા 12 વર્ષીય માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર લખતર તાલુકાના ઢાંકી ગામે મોડી સાંજે ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં બે વ્યક્તિઓના ઝઘડામાં ફાયરિંગ થતાં શેરીમાં રમતા 12 વર્ષના બાળકનું મોત થયું હતુ.જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઢાંકી ગામે પહોંચ્યો હતો. ઢાંકી ગામે ઇંગરોડી ગામે ચોકમાં બે શખસો અલી નથુ ડફેર અને બાબુભાઈ નારાણભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે નાના બાળકો ચોકમાં રમતા હતા. તે સમયે અચાનક અલી નથુ ડફેરે ફાયરીંગ કર્યું હતું. જેનાથી શેરીમાં રમતા 12 વર્ષીય બાળક નિકુંજ સંજયભાઈ ડુંગરાણીને ગોળી છાતીના ભાગે વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો બાબુભાઇને ઈજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણા, ડીવાયએસપી વી.બી.જાડેજા, એલસીબી પીએસઆઈ જે.જે.જાડેજા સહિતની પોલીસ સ્ટાફ લખતર દવાખાને પહોંચ્યા હતા. જ્યારે લખતર પી.આઇ યોગેશ પટેલ સહિતની પોલીસ ટીમે ઢાંકી ગામે ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ આરંભી હતી. પોલીસ ફાયરીંગ કરનાર અલી નથુ ડફેરની શોધખોળ શરૂ કરી હતી.

ઢાંકીમાં અંગત અદાવતમાં થયેલા ફાયરિંગમાં એકનું મોત, બે ઘાયલ

સુરેન્દ્રનગરના ઢાંકી ગામમાં અંગત અદાવતમાં થયેલા ફાયરિંગમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ગામમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગની આ ઘટનામાં બે યુવકોને ઈજા પહોંચી હતી. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે.બીજી તરફ ફાયરિંગની ઘટના બાદ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લખતર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

ચોટીલાના સાંગાણી ગામે પશુ સાથે વાહન અથડાતા પશુપાલક પર કરાયું’તું ફાયરિંગ

ગત 26મી સપ્ટેમ્બરના બપોરના અરસામાં ચોટીલા હાઇવે પર કાંધાસર ગામના બોર્ડ નજીક એક ઇનોવા કાર પશુ સાથે અથડાતા પશુપાલક અને વાહનચાલક વચ્ચે બોલાચાલી થયાં બાદ જયરાજભાઈ ધાધલ નામના માથાભારે શખ્સે નેફામાંથી રિવોલ્વર કાઢી ફાયરિંગ કરતા પશુપાલક ગોપાલભાઈ ટોળીયાને ડાબા હાથમા ગોળી વાગી હતી. ફાયરિંગની ઘટનાને પગલે નાસભાગ મચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી ચોટીલા પોલીસે ગુનો નોંધી માથાભારે શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.