• ઓગસ્ટ મહિનામાં જ ગોલ્ડ લોનમાં 41%નો વધારો: નિયમોનું ઉલ્લંઘન કરી લોન આપતી
  • સંસ્થાઓને સુધારા લાવીને 3 મહિનાના રિપોર્ટ સબમિટ કરવા રિઝર્વ બેંકનો આદેશ

ગ્રાહકની ગેરહાજરીમાં ગોલ્ડનું વેલ્યૂએશન, લોન આપતી વખતે તપાસ અને દેખરેખનો અભાવ, ગ્રાહક ડિફોલ્ટ થયા બાદ ગોલ્ડની હરાજી કરતી વખતે પારદર્શિતાનો અભાવ સહિતના અનેક ઉલ્લંઘન

સોનાનો ભાવ વધતા ગોલ્ડ લોન લેનારાઓની સંખ્યા પણ વધી છે.એકલા ઓગસ્ટ મહિનામાં જ ગોલ્ડ લોનમાં 41 ટકાનો વધારો નોંધાયો છે.  તેવામાં ગોલ્ડ લોન આપવામાં ગેરરીતિ સહિતની અનિયમિતતાઓ સામે આવ્યા બાદ બેન્કિંગ સેક્ટરની રેગ્યુલેટર ભારતીય રિઝર્વ બેંક આગબબુલા થઇ છે. જેના કારણે આરબીઆઈએ રેગ્યુલેટમાં સામેલ તમામ નાણાંકીય સંસ્થાઓને સર્ક્યુલર જાહેર કરી ચેતવણીભર્યો આદેશ આપ્યો છે. પરિપત્રમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે અને ગોલ્ડ આપતી વખતે થતી બેદરકારી સામે તુરંત કાર્યવાહી કરવામાં આવશે. આરબીઆઈએ તાજેતરમાં ગોલ્ડ લોનના વિતરણને લઈને નાણાકીય સંસ્થાઓમાં એક વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી, જેમાં ગંભીર બેદરકારીઓ સામે આવ્યા બાદ આ સર્ક્યુલર બહાર પાડ્યો છે.

તપાસ દરમિયાન ગોલ્ડ જ્વેલરીના બદલે અપાતી ગોલ્ડ લોનમાં કેટલીક ખામીએ સામે આવી છે, જેને ધ્યાને લઈને આરબીઆઈએ કહ્યું કે, લોનના સોર્સિંગ અને અપ્રેજલમાં થર્ડ પાર્ટીના થતા ઉપયોગમાં ઘણી ખામીઓ જોવા મળી છે. ખામીમાં ગ્રાહકની ગેરહાજરીમાં ગોલ્ડનું વેલ્યૂએશન નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ગોલ્ડ લોન આપતી વખતે તપાસ અને દેખરેખ પણ કરાતી નથી. ગ્રાહક ડિફોલ્ટ થયા બાદ ગોલ્ડની હરાજી કરતી વખતે પારદર્શિતા પણ જાળવવામાં આવતી નથી. લોન ટૂ વેલ્યૂની મોનિટરિંગ પણ ખૂબ જ નબળી છે. રિસ્ક-વેટમાં પણ ખોટી એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ખામીઓ સામે આવ્યા બાદ આરબીઆઈએ તમામ નિયમકારી સંસ્થાઓને આદેશ આપ્યો છે કે, ગોલ્ડ લોન સંબંધિત પોતાની પોલિસી, પ્રોસેસ અને પ્રેક્ટિસની સમીક્ષા કરે અને ખામીઓને ઓળખી તેમાં સુધારો કરે. આરબીઆઈએ સમય મર્યાદાની અંદર આ બાબતોને સુધારવા માટે તમામ પગલાં ભરવા પણ કહ્યું છે. આ ઉપરાંત ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં વધુ વૃદ્ધિ થયા બાદ ગોલ્ડ લોન પોર્ટફોલિયોનું ખૂબ જ ધ્યાનપૂર્વક મોનિટર કરવા પણ સૂચના આપી છે. આરબીઆઈને આઉટસોર્સ પ્રવૃત્તિઓ અને થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સને નિયંત્રિત કરવા માટે કહ્યું છે.

આરબીઆઈના સર્ક્યુલરમાં કહેવાયું છે કે, ‘તમામ નિયમનકારી સંસ્થાઓ સર્ક્યુલર જાહેર થયાના ત્રણ મહિનાની અંદર પોતે કરેલી કાર્યવાહી સહિતની તમામ માહિતી આરબીઆઈના સીનિયર સુપરવાઈઝર મેનેજરને આપે. જો સર્ક્યુલરમાં જણાવ્યા મુજબ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગંભીર પગલા ભરવામાં આવશે.

ચાલુ વર્ષે ગોલ્ડ લોન રૂ.10 લાખ કરોડને આંબશે

બેંકો અને નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓનો ગોલ્ડ લોન બિઝનેસ ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા 10 લાખ કરોડ થવાનો અંદાજ છે. માર્ચ 2027 સુધીમાં રૂપિયા 15 લાખ કરોડથી વધુનો થશે. આ માહિતી જાણીતી રેટિંગ એજન્સીની રિસર્ચમાં સામે આવી હતી. બેંકોની ગોલ્ડ જ્વેલરી-બેક્ડ એગ્રીકલ્ચર લોનમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. જ્યારે, હાલમાં રિટેલ ગોલ્ડ લોનમાં વર્ચસ્વ ધરાવતી નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઝ નાણાકીય વર્ષ 2025માં 17-19 ટકાના દરે વિસ્તરશે.

સોનામાં તેજીના કારણે ગોલ્ડ લોન માર્કેટની જબરદસ્ત વૃધ્ધિ

સોનાના ભાવમાં વધારો જોવા મળ્યા બાદ ગોલ્ડ લોનના માર્કેટમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેમાં ગોલ્ડના પર ગ્રામ રેટમાં વધારો ગ્રાહકોની માંગ સૌથી મોટા પરિબળો છે. ગોલ્ડ લોન માર્કેટમાં અનઓગ્રેનાઈઝ્ડ સેક્ટરનો હિસ્સો 63 ટકા છે. જ્યારે, બેંકો અને એનબીએફસીનો હિસ્સો 37 ટકા છે. ભારતીય પરિવારો 25,000 ટન સોનાના જથ્થાના માલિક છે. જેની કિંમત અંદાજે રૂપિયા 126 લાખ કરોડ જેટલી થાય છે. જ્યારે, ગોલ્ડ લોનનું માર્કેટ રૂ. 7.1 લાખ કરોડ સુધી જ પહોચ્યું છે. જેમાં, વધારાના સંકેતો જોવા મળી રહ્યાં છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.