Rajkot : રાજકોટની ગુંદાવાડી હોસ્પિટલ ખાતે મહિલાની હોસ્પીટલની બહાર જ ડીલેવરી થઇ ગઈ હતી. સમગ્ર મામલે મહિલાના પતિએ જણાવ્યું હતું કે મહિલાને એમ્બુલન્સમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ કેસ કાઢવાનું કેહવામાં આવતા બેડ આપવામાં આવ્યો ન હતું.
મળતી માહિતી મુજબ , રાજકોટમાં ધણીવાર અવાર નવાર કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એકવાર ચોક્વનારો કિસ્સો સામે આવ્યો છે. ગુંદાવાડી હોસ્પીટલમાં બેડ ખાલી ન હોવાથી મહિલાની રોડ પર જ ડીલીવર કરાઈ હતી. ડિલિવરી દરમિયાન મહિલા ભારે મુશ્કેલીમાં હતી. આ મહિલા મધ્યમ વર્ગની હોવાથી તેને ધણી હાલાકી ભોગવવી પડી હતી. ડિલિવરી સમયે મહિલને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ,ત્યારે હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી મહિલાની રોડ ઉપર જ ડિલિવરી કરાઈ હતી.
ત્યારે આજ રોજ રાજકોટમાં આવેલી ગુંદાવાડી હોસ્પિટલમાં સર્ગભા મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં બેડ ખાલી ન હોવાથી મહિલાની રોડ પર ડિલિવરી કરાઈ હતી. ડિલિવરીમાં મહિલાને ધણી મુશ્કેલી ભોગવવી પડી હતી. રોડ પર ડિલિવરી થતાં મહિલા ખૂબ જ ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી.