ભરૂચ: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા વાલિયા તાલુકાના ઝોકલા ગામે ડાંગરના પાક પર ક્ષેત્ર દિવસની ઉજવાય કરાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરતા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્ર પટેલ ભારતીય કૃષિ અનુસંધાન પરિસદ,નવી દિલ્હી હેઠળ ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા (કેવીકે)ના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા પણ વિવિધ કૃષિ લક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વાલિયા તાલુકાના ઝોકલા ગામે ડાંગરના પાક પર ક્ષેત્ર દિવસ ઉજવાયો હતો.

સંસ્થાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્ર પટેલ દ્વારા કૃષક સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહ ઉજવણીના ઉદેશ અને કેવીકે દ્વારા ચાલતી વિવિધ કૃષિલક્ષી પ્રવૃતિઓ વિષે લોકોને માહિતગાર કર્યાં સાથે હાલના સમયમાં વધુ પડતાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ ટાળી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી જમીન, પાણી, હવા અને સ્વાસ્થ્યને બચાવવા વધારે પ્રયત્નો કરવા પડશે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી હતી. વૈજ્ઞાનિક હર્ષદ વસાવાએ જણાવ્યું સ્વચ્છતા હી સેવા અભિયાન-2024 અન્વયે ગામ,શહેર, ઓફિસ, શાળા, આંગળવાડી વગેરે સ્થળોએ સ્વચ્છતા રાખવા ગ્રામજનોને તેમણે અનુરોધ કર્યો હતો.

01 16

આ અંગે વૈજ્ઞાનિક લલીત પાટીલે જણાવ્યું કે કેવીકે દ્વારા નિદર્શનમાં આપેલ નવસારી કૃષિ યુનિવર્સિટી સાંસોધિત ડાંગરની જી. એન. આર -6 , જાતનું નિદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું તેની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી વિષે સંપૂર્ણ જાણકારી આપી અને કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કઠોળ,ડાંગર,દિવેલા,કપાસ, જુવાર જેવી જાતોનું વાવતેર કરવા જણાવ્યું. બાગાયત વૈજ્ઞાનિક દેવેન્દ્ર મોદી દ્વારા જણાવ્યું કે વિવિધ શાકભાજી અને ફળ પાકોની ખેતી કરી સારી આવક મેળવી શકાય, જેમાં ખાસ કરીને પાપડીમાં કેવી કે દ્વારા આપેલ નિદર્શનો ગુજરાત નવસારી પાપડી – 21 અને 22, જાત નેત્રંગ અને વાલિયા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં વાવેતર કરી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે જેનું ઉદાહરણ આપી સમજાવ્યું હતું.

પશુપાલન વિષયના વૈજ્ઞાનિક ડૉ. ધનંજય શિંકર દ્વારા આદર્શ પશુપાલનનું મહત્વ, પશુઓના પોષક આહાર માટે જરૂરી મિનરલ મીક્ચર, કૃમિ નિયત્રંણ અને સારી ઓલાદનું કુત્રિમ બીજદાન કરાવી સારું દૂધ ઉત્પાદન મેળવી શકાય. આ કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ દિનેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અનુરૂપ માર્ગદર્શન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની કામગીરીને બિરદાવી હતી. ગામના પ્રગતિશીલ ખેડૂત રતિલાલ વસાવા તેમજ આજુબાજુ ગામના ૧૦૦થી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.