જામનગર ખાતે આધાર કાર્ડ અપડેટની કામગીરીમાં ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે. છેલ્લા પાંચ દિવસથી પ્રાંત કચેરીએ આધાર અપડેટ માટે આવેલા લોકોને લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હોવાનું જોવા મળી રહ્યું છે. તેમજ લોકોએ પ્રાંત અધિકારીની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો. મહિલાઓએ તો હોબાળો મચાવતા સ્કૂલ કે પોસ્ટ ઓફિસ જેવી જગ્યાએ આધાર અપડેટની કામગીરી સોંપવાની માગ કરી હતી.
આ નાગે મળતી માહિતી મુજબ જામનગરમાં આધાર કાર્ડ અપડેટની કામગીરીમાં ઢીલ થતી હોવાથી લોકો રોષે ભરાયા હતા. જેમાં છેલ્લા પાંચ દિવસથી પ્રાંત કચેરીએ આધાર અપડેટ માટે આવેલા લોકોને લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હતું. તેમજ વહેલી સવારથી જ લોકો અહીં લાંબી કતારો લગાવી રહ્યા છે. નાના બાળકોને લઈને પણ મહિલાઓ આધાર અપડેટ કરાવવા આવી રહી છે.
પરંતુ લાંબી રાહ જોવા છતાં પણ ઘણા લોકોનું કામ થતું ન હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતે નારાજ થયેલા લોકોએ પ્રાંત અધિકારીની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ મહિલાઓએ હોબાળો મચાવતા સ્કૂલ કે પોસ્ટ ઓફિસ જેવી જગ્યાએ આધાર અપડેટની કામગીરી સોંપવાની માંગ પણ કરવામાં આવી હતી. આ અંગે લોકો એ જણાવ્યું હતું કે, લાગવગિયાઓને તો લાઇનમાં ઉભા રહેવું પડતું નથી, પરંતુ સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ સમગ્ર મામલે પ્રશાસન દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપો સાથે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
સાગર સંઘાણી