• વરસાદી માહોલમાં દેશ-વિદેશના મુલાકાતીમાં સહિત 52 હજારની વિક્રમજનક મેદની
  • મશીન ટુલ્સ મેન્યુ. એસોસિએશન આયોજીત

રાજકોટના આજી જી.આઇ.ડી.સી.માં આવેલ એન.એસ.આઇ.સી.  ગ્રાઉન્ડ ખાતે તારીખ 25 થી 28 સપ્ટેમ્બર સુધી મશીન ટુલ્સ મેન્યુ ફેક્ચરીંગ એસોસિએશન રાજકોટ તેમજ કે. એન્ડ. ડી ગ્રૂપ અમદાવાદ દ્વારા ભવ્ય 9માં રાજકોટ મશીન ટુલ્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને ઉદ્યોગકારો દ્વારા બહોળો પ્રતિસાદ અપાયો હતો. ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી આ પ્રદર્શનને નિહાળવા પ2 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. વરસાદના વિધ્ન વચ્ચે પણ આ આયોજનને ઉદ્યોગકારોએ એકી અવાજે બિરદાવી સુંદર આયોજન બદલ મશીન ટુલ્સ મેન્યુ ફેક્ચરીંગ એસોસિએશન રાજકોટ તેમજ કે. એન્ડ. ડી ગ્રૂપને અભિનંદન પાઠવ્યા હતા.

ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મશીન ટુલ્સની નોંધ લેવાઇ હતી. 4 દિવસ દરમિયાન 350 પ્રદર્શન કર્તાઓ દ્વારા પોતાની પ્રોડક્ટસનું નિર્દેશન કરાયું હતું. વધુમાં આ ટુલ્સ શોમાં 500 કરોડથી વધુનો બિઝનેસ થયો હતો. નોંધનીય વાત એ છેકે, છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદને કારણે મુલાકાતીઓ તેમજ પ્રદર્શનકર્તાઓને મુશ્કેલી ન પડે તે માટે ચાલવાની જગ્યામાં થોડું પાણી નીકળતા આયોજકો દ્વારા તાત્કાલીક રાજકોટ અને અમદાવાદથી યુધ્ધના ધોરણે 2500થી વધુ લાકડાની પાટ મંગાવી તમામ ડોમમાં પાથરી દેવામાં આવી હતી. આયોજકોએ ફાયર સેફટીના તમામ નિયમોને ઘ્યાનમાં રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રદર્શનમાં પાવર સપ્લાય બંધ કરી અને જનરેટર ઉપર લાઇટીંગ વ્યવસ્થા ગોઠવી હતી. આયોજનને સહયોગ આપવા બદલ મશીન ટુલ્સ મેન્યુફેકચરીંગ એસો. રાજકોટ તેમજ કે.એન્ડ ડી. ગ્રુપ અમદાવાદ દ્વારા ફાયર વિભાગ, ફુડ વિભાગ, પીજીવીસીએલ પોલીસ તંત્ર તેમજ અન્ય સરકારી તંત્રનો આભાર માનવામાં આવ્યો હતો. વધુમાં દેશભરમાંથી આવેલા ઉઘોગકારો તેમજ આ આયોજનને બહોળી પ્રસિઘ્ધી આપવા બદલ પ્રીન્ટ મીડીયા ઇલેકટ્રોનીક મીડીયા, તંત્રીઓ તેમ જ મીડીયા મિત્રોનું મશીન ટુલ્સ મેન્યુફેકચરીંગ એસો.ના પ્રમુખ યોગીન છનીયારાએ આભાર માન્યો હતો.

આ તબકકે બે વર્ષ બાદ હવે આગામી 2026 માં ફરી 10મો રાજકોટ મશીન ટુલ્સ શો યોજાશે. જે માટે અત્યારથી જ 3500 વધુ સ્કવેર મીટીરનું બુકીંગ થઇ ચુકયું છે. જે બાબત જ દર્શાવે છે. ઉઘોગકારોને મહત્તમ બિઝનેસ આ ટુલ્સ શોથી મળી રહ્યો છે. અંંતમાં આયોજકો દ્વારા તમામ સ્ટોલ ધારકો તેમજ મુલાકાતીઓનો સહકાર આપવા બદલ આભાર માનવમાં આવ્યો હતો.

છેલ્લા દિવસ સુધી રજીસ્ટ્રેશન માટે મુલાકાતીઓએ લગાવી લાંબી લાઇનો

રાજકોટ મશીન ટુલ્સ શોના છેલ્લા દિવસ સુધી રજીસ્ટ્રેશન માટે ઉઘોગકારો અને મુલાકાતીઓએ લાંબી લાઇનો લગાવી હતી. ટુલ્સ શોના અંતિમ કલાકોમાં લોકો પણ આ પ્રદર્શન નિહાળવા ઉમટી પડયા હતા. આયોજકો દ્વારા કોઇ મુલાકાતી આ પ્રદર્શન નિહાળ્યા બાદ વગર રહી ન જાશય તે માટે સુંદર રજીસ્ટ્રેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.