- મચ્છર નગર રાંધણ ગેસનો બાટલો લીક થવાથી આગ ભભૂકી
- હાટકેશ્વર સોસાયટીમાં ચીમનીમાં અકસ્માતે આગ લાગી
- ફાયર વિભાગે ઘટના સ્થળે પોહચી આગ કાબુમાં લીધી
જામનગર: મચ્છર નગર તેમજ હાટકેશ્વર સોસાયટી વિસ્તારમાં આવેલા બે મકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થવાથી તેમજચીમની માં આગ લાગવાથી દોડધામ થઈ હતી. ફાયર બ્રિગેડની ટુકડી એ બંને સ્થળે દોડી જઈ આગને કાબુમાં લઈ લીધી હતી.
આગના પ્રથમ બનાવ વિશે વાત કરવામાં આવે તો, શહેરના મચ્છર નગર નજીક, શાંતિનગર શેરી નંબર-7 માં રહેતા રાજુભા ભીખુ જાડેજાના મકાનમાં રાંધણ ગેસનો બાટલો વહેલી સવારે લીક થયો હતો, જેથી આગનું છમકલું થયું હતું, અને ઘરવખરી સળગવા લાગી ત્યારે ફાયર બ્રિગેડને આ બનાવની જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને આગને કાબૂમા લઇ રાંધણ ગેસનો બાટલો સહી સલામત રીતે બહાર ખેંચી લઇ આગ વધે તે પહેલા તેને અટકાવવામાં આવી હતી. જેથી સમગ્ર પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
આ ઉપરાંત આગના બીજા બનાવની વાત કરવામાં આવે તો હાટકેશ્વર સોસાયટીમાં રહેતા મલય સોમાણીના મકાનમાં રસોડામાં લગાવેલી ચીમનીમાં અકસ્માતે આગ લગતા ભાગ દોડ મચી ગઈ હતી. ત્યારે સમગ્ર બનાવની જાણકારી મળતા ફાયર શાખાની ટીમ દ્વારા તરત જ ઘટના સ્થળે પહોચી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.
સાગર સંઘાણી