ગીર ગઢડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી 44 જેટલી આંગણવાડી સ્માર્ટ આંગણવાડી બનાવવા પાછળ 66 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જણાવ્યું હતું, પરંતુ તમામ આંગણવાડીમાં પાણી ટપકે છે તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ગીર ગઢડા તાલુકામાં બનાવેલી 44 જેટલી સ્માર્ટ આંગણવાડીમાં વરસાદનું પાણી ટપકવાથી બાળકોનું ભવિષ્ય જોખમાયું હોવાનું જણાવ્યું હતું. આ સાથે વર્ષ 20 /21/ 22 ના ગીર ગઢડા તાલુકાના 15 માં નાણાપંચ અને 20 % યોજનામાંથી સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો બનાવવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું. તેમાં પ્રત્યેક આંગણવાડી પાછળ રૂપિયા 1,50,000 થી વધુની રકમનો ખર્ચ નક્કી કરવાનું જણાવ્યું હતું.

આ આંગણવાડીમાં અગાસી ઉપર વોટર પ્રૂફપુટી, લાદીપ્લાસ્ટર, પેઇન્ટિંગ ચિત્ર અને નાનું મોટું રીપેરીંગ કામ કરવાનો ઠરાવ 44 ગ્રામ પંચાયત પાસેથી મંગાવી એસ્ટીમેન્ટના ભાવોભાવ મુજબ ગ્રામ પંચાયતને કામો વર્ષ 2023 માં કરવામાં આવ્યા હોવાનું અને ગીર ગઢડા પંથકની 44 આંગણવાડી કેન્દ્રમાં 20/ 6/ 2023 માં આ કામો પૂર્ણ થયા હોવાનું જણાવ્યું હતું. તેમજ તેના બિલો પણ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત ગીર ગઢડાના આસી. ઈન્જીન એન્જિનિયર દ્વારા બનાવી તેમનું કમ્પલીટેશન પ્રમાણપત્ર પણ IMD દ્વારા અપાય ગયા હતા. તેમજ ગ્રામ પંચાયત દ્વારા તેમનું પેમેન્ટ બેંક મારફતે ચૂકવી દેવાયું હોવાના આક્ષેપો કરાયા હતા.

આ વર્ષ દરમિયાન આંગણવાડી પાછળ કરાયેલા 66 લાખ જેટલી મોટી રકમ પછી પણ આંગણવાડી કેન્દ્રની છતમાંથી પાણી ટપકતા બંધ થયા ન હોવાનું જણાવ્યું હતું. તેમજ એટલું જ નહીં આંગડવાડીમાં બનાવેલા ભિત ચિત્રો પણ વરસાદના કારણે દીવાલોમાંથી પાણીના કારણે નાશ થવા લાગ્યા હતા અને પ્લાસ્ટર પણ તૂટવા લાગ્યું હતું તેમ જણાવાયુ હતું.

આંગણવાડી કેન્દ્રમાં બાળકો પણ બેસી શકતા નથી. બધી આંગણવાડીમાં છત ઉપરથી ટપકતા પાણીથી બાળકોને બેસવામાં મુશ્કેલી થઈ રહી હતી તેના કારણે બાળકોને ભારે હાલાકી પડી રહી હોવાનું જણાવ્યું હતું. તેમજ આંગણવાડી બહેનો દ્વારા આ બાબતે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર મૌન છે.

ઘણી આંગણવાડીમાં છત ઉપર પ્લાસ્ટિક બાંધી બાળકોને ભણાવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે આંગણવાડી સંચાલકો દ્વારા પાણી ટપકતું  હોવાની  લેખિત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કઇ પગલા લેવામાં આવતા નથી. આ દરમિયાન મોટાભાગની બનેલી આંગણવાડીમાં 5 પ્લાસ્ટર ફાટી ગયા છે અને સ્લેપમાં પણ પોપડા પડતા હોય તેવું જોવા મળી રહ્યું હોવાના આક્ષેપો કરાયા હતા.

ગ્રામપંચાયતના નામે એસ્ટીમેન્ટ કામ અન્ય એજન્સીએ કર્યું હતું. તેમજ ગ્રામ પંચાયતો  દ્વારા ઠરાવો મેળવી વર્ક ઓર્ડર આપ્યા કામ અન્ય એજન્સીએ કરી બિલ પાસ કરાવી લીધા હોવાનું જણાવ્યું હતું.

મનુ કવાડ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.