International Coffee Day 2024 : કોફી એ વિશ્વભરના લાખો લોકોનું સૌથી પ્રિય પીણું છે. લોકો માટે ગરમ કપ પીધા વિના તેમના દિવસની શરૂઆત કરવી મુશ્કેલ છે. કોફી પ્રત્યે લોકોની પસંદ અને વ્યસનને ધ્યાનમાં રાખીને, તેના માટે એક દિવસ ખાસ સમર્પિત કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય કોફી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેની પાછળનો હેતુ કોફી સંબંધિત ખેડૂતોની સમસ્યાઓને ઓળખવાનો અને સુગંધિત પીણા પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કરવાનો છે.
આંતરરાષ્ટ્રીય કોફી દિવસની શરૂઆત ક્યારે થઈ હતી
ઇન્ટરનેશનલ કોફી ડે સૌપ્રથમ 2015 માં ઉજવવામાં આવ્યો હતો. 1963માં લંડનમાં સ્થપાયેલ ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઈઝેશને સૌપ્રથમ 1 ઓક્ટોબર, 2015ને ઈન્ટરનેશનલ કોફી ડે તરીકે જાહેર કર્યો હતો. આ દિવસ વિશ્વભરમાં કોફીના વાજબી વેપારને પણ પ્રોત્સાહન આપે છે. જો કે, જુદા જુદા દેશો અલગ અલગ તારીખે તેમનો રાષ્ટ્રીય કોફી દિવસ ઉજવે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ માત્ર 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય કોફી દિવસનો ઇતિહાસ
ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઈઝેશનની સ્થાપના લંડનમાં 1963માં થઈ હતી. તે પછી ઇન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશને 2015 માં ઇટાલીના મિલાનમાં પ્રથમ વિશ્વ કોફી દિવસનું આયોજન કર્યું. ત્યારથી 1 ઓક્ટોબરને કોફી ડે તરીકે ઉજવવાનું શરૂ થયું.
આંતરરાષ્ટ્રીય કોફી દિવસનું મહત્વ
આજે આ પ્રસંગની ઉજવણી કોફીની ખેતી કરતા લાખો ખેડૂતોને સહાય પૂરી પાડે છે. કોફી તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. આ દિવસનો હેતુ કોફીના વાજબી વેપારને પ્રોત્સાહન આપવાનો અને વિશ્વ સમક્ષ કોફી ઉત્પાદકોની દુર્દશાને ઉજાગર કરવાનો છે. આ દિવસ અમારા મનપસંદ પીણા અને ખેડૂતોને સમર્પિત છે જેઓ કોફીનો પુરવઠો ક્યારેય ઓછો થવા દેતા નથી. આજે, કોફી પ્રેમીઓ ડ્રિંક રેસિપી, કાફે અને કોફી સેન્ટર્સ સંબંધિત ઘણા કાર્યક્રમોમાં પોતાનો હાથ અજમાવતા હોય છે.
કોફી પીવાના ઘણા ફાયદા
બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે
જ્યારે આપણે કોફી પીતા હોઈએ છીએ. ત્યારે આપણા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. કોફી પીવાથી ડિપ્રેશનનું જોખમ પણ ઘટાડી શકાય છે. તેમજ કોફી આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે બ્લડ સુગરના દર્દી છો તો કોફી પીવાથી બ્લડ સુગરને કંટ્રોલમાં કરી શકાય છે. સાથોસાથ આનાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે.
દિવસમાં બે-ત્રણવાર કોફી પીનારા લાંબુ જીવે છે. બ્લેક કોફી પીવાના ઘણા ફાયદાઓ છે કારણ કે તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન-બી-5, બી-3, અને બી-2 મળે છે. તેમાં કેલરીના માત્રા ઓછી હોવાથી ફાયદાકારક છે. એન્ટિઓક્સિડન્ટ હોવાથી પાર્કિન્સન, અલ્ઝાઇમર, ડિમેન્શિયા જેવા ન્યુરોડિજેરેટિવ રોગોથી બચાવે છે. કોફી તમને યુવાન રાખે છે. કોફીમાં રહેલ કેફીન તત્વ ડોયામાઇનનું સ્તર વધારે છે. કોફી પીવાથી મુડ જલ્દી બદલાય છે. વિશ્રભરમાં યુવાનો કોફી શોધમાં ટેબલ પર બેસીને વાર્તાલાપ કરે છે તેથી જ ‘કોફી બ્રેક’ શબ્દ ચલણમાં આવ્યો છે
લીવરને સ્વસ્થ રાખે છે
આપણામાંથી મોટાભાગના લોકોના દિવસની શરૂઆત કોફી અથવા ચાથી થતી હોય છે. કેટલાક લોકોની આંખ ચા વગર ખુલતી નથી. જોકે કોફી પીવાથી આપણું લીવર પણ સ્વસ્થ રહે છે. જો તમે તમારા દિવસની શરૂઆત કોફીથી કરો છો. તો તે તમારા સ્વાસ્થય માટે ફાયદાકારક છે. સાથોસાથ કોફી પીવાથી લીવરને લગતી ઘણી બીમારીઓ મટે છે.
જો તમે મર્યાદિત માત્રામાં બ્લેક કોફી પીઓ છો. તો તે ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. કોફી લીવરની સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે. કોફી પીવાથી ફેટી લિવર અને લિવર સિરોસિસ જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે. આવી સ્થિતિમાં, સ્વસ્થ જીવન માટે તમારે તમારી દિનચર્યામાં બ્લેક કોફીનો સમાવેશ કરવો જોઈએ.
કોફી પીવાથી નોન-આલ્કોહોલિક ફેટી લીવરની સમસ્યાને ઠીક કરવામાં મદદ મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોફી પીવાથી હૃદયની બીમારીઓ, ન્યુરોલોજીકલ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે. જો કે, તમારે દરરોજ કેટલી કોફી પીવી જોઈએ તેના પર ધ્યાન આપવું જરૂરી છે.
કોફી ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે અને કેન્સરનું જોખમ ઘટાડે છે.
કોફી આપણા મેટાબોલિઝમને અસર કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં ઉપયોગી
કોફી ચરબીના સંગ્રહને પુનર્જીવિત કરી શકે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકે છે. જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
સોજો
કોફીમાં જોવા મળતા એન્ટીઑકિસડન્ટો બળતરા સામે રક્ષણ સાથે પણ જોડાયેલા છે. જે ઘણા રોગોનું મૂળ છે. એન્ટિઓક્સિડન્ટ્સ આપણા શરીરમાં મુક્ત રેડિકલ સામે લડે છે. તેમને હાનિકારક રસાયણોમાં રૂપાંતરિત કરે છે.
હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે
કોફીનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. દરરોજ એક કપ કોફીનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ માટે કોફીનું સેવન ફાયદાકારક છે. એક કપ કોફી પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનો ફેલાવો ઘટાડી શકાય છે.
કોફી લીવર માટે કેવી રીતે ફાયદાકારક છે?
કોફીનું સેવન લીવરને સ્વસ્થ રાખે છે. જો આપણે દરરોજ 2 કપ કોફી પીશું તો લીવરની ઘણી બીમારીઓ ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. બ્લેક કોફી ખાસ કરીને લીવર સિરોસિસ અને લીવર કેન્સરનું જોખમ ઘટાડે છે. તેમજ આ કોફી પીવાથી ક્રોનિક લિવર ડિસીઝનું જોખમ પણ ઓછું થઈ જાય છે.
તમારે દરરોજ કેટલી કોફી પીવી જોઈએ?
બ્લેક કોફી લીવર માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે દિવસમાં 2 થી 3 કપ કોફી પી શકો છો. જો કે, તમારા સ્વાસ્થ્યના આધારે કોફીની આ માત્રા બદલાઈ શકે છે.