પીઢ અભિનેતા તેમજ સાંસદ મિથુન ચક્રવર્તી માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે, હકીકતમાં ટૂંક સમયમાં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 74 વર્ષીય અભિનેતાને તેમના અભિનય અને અદ્ભુત કામ માટે આ એવોર્ડ આપવામાં આવશે. તેમજ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીએ પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે અને પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે.

મિથુન 8મી ઓક્ટોબરે દાદાસાહેબ ફાળકેને મળશે

દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ પુરસ્કાર 8 ઓક્ટોબરે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં આપવામાં આવશે.

મિથુનને ક્યારે મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ?

મિથુન ચક્રવર્તીને 8 ઓક્ટોબર 2024ના રોજ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. તેમજ ફેન્સ અને અન્ય લોકોને આ વાતની જાણ થતાં જ તેઓએ તેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે  સિનેમામાં તેમના અદ્ભુત યોગદાન માટે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેમજ અગાઉ મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહ એપ્રિલમાં થયો હતો અને અભિનેતાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી સન્માન મળ્યું હતું.

350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે

મિથુન ચક્રવર્તીએ અત્યાર સુધીમાં લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાએ 1977માં આવેલી ફિલ્મ ‘મૃગ્યા’થી અભિનયની શરૂઆત કરી હતી. તેમજ મિથુને પોતાના કરિયરમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી અને પંજાબીમાં 350 થી વધુ ફિલ્મો કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.