• વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ સરપ્રાઇઝ ચેકીંગ કરતા ઢોર ડબ્બે 10 ગાયોના મૃતદેહ મળી આવ્યા: છેલ્લા 6 મહિનામાં ઢોર ડબ્બામાં 1336 પશુઓના નિપજ્યા મોત

કોર્પોરેશનનો ઢોર ડબ્બો જાણે નિર્દોષ પશુઓ માટે સ્મશાન ઘાટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે ઢોર ડબ્બામાં ભૂખમરાના કારણે 10 ગાયોના મોત નિપજ્યા હતા. છેલ્લા છ મહિનામાં ઢોર ડબ્બાએ 1336 પશુઓનો ભોગ લીધો છે. આ ઘટના સંદર્ભે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિજીલન્સ તપાસની માંગણી કરવામાં આવી છે.

આજે સવારે વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા અને તેઓના સાથી કોર્પોરેટર કોમલબેન ભારાઇએ ઢોર ડબ્બાની સરપ્રાઇઝ વિઝીટ લીધી હતી. જેમાં સવારે 8:30 કલાકે 10 ગાયોના મૃતદેહ ઢોર ડબ્બા ખાતે જોવા મળ્યા હતા. જ્યારે અધિકારીઓને આ અંગે પૂછવામાં આવતા તેઓએ એવું જણાવ્યું હતું કે આજે ઢોર ડબ્બામાં 6 ગાયોના મોત નિપજ્યા છે. વાસ્તવિકતા તદ્ન અલગ હતી. છેલ્લા ત્રણ મહિનામાં ઢોર ડબ્બામાં 756 પશુઓના કરૂણ મોત નિપજ્યા છે. આ સિલસિલો અટકવાનો નામ લેતો નથી ત્યારે આજે કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનર સમક્ષ લેખિતમાં સમગ્ર ઘટનામાં વિજીલન્સ તપાસની માંગણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ઘર નામની સંસ્થા સંભાળી રહી છે. જે પૂરતી તકેદારી ન લેતી હોવાના કારણે ઢોર ડબ્બામાં પશુઓના મોત નિપજી રહ્યા છે. રાજમાર્ગો પર રખડતા-ભટકતા પશુઓને ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવે છે પરંતુ ત્યાં જીવદયા ઘર દ્વારા પૂરતા પ્રમાણમાં ઘાસચારો કે પાણી આપવામાં આવતા ન હોવાના કારણે પશુઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ આ મુદ્ે રાજકારણ કરવાનો ઇન્કાર કરી સમગ્ર ઘટનામાં વિજીલન્સ તપાસની માંગણી કરી છે. દરમિયાન આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના વેટરનરી ઓફિસર ઝાકાસણીયાએ જણાવ્યું હતું કે આજે ઢોર ડબ્બા ખાતે 6 પશુઓના મૃત્યુ નિપજ્યા છે. ગઇકાલના ત્રણ મૃતદેહનો નિકાલ કરવાનો બાકી હોવાના કારણે જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરો ઢોર ડબ્બા ખાતે આવ્યા ત્યારે અહિં 9 મૃતદેહ મળી આવ્યા હતા. તેઓએ વધુ ઉમેર્યું હતું કે છેલ્લા 6 માસમાં એટલે કે 1-એપ્રિલથી આજદિન સુધી ઢોર ડબ્બામાં 1336 પશુઓના મૃત્યુ થયા છે. જેનું કારણ આપતા તેઓએ કહ્યું હતું કે રોડ પરથી રખડતા ઢોરને પકડીને ઢોર ડબ્બે રાખવામાં આવે છે. તેઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને પ્લાસ્ટીક ખાવાના કારણે તેઓ સામાન્ય બિમારીમાં પણ મોતને ભેટે છે. ઢોર ડબ્બાનું સંચાલન સંભાળી રહેલી જીવદયા ઘર નામની સંસ્થાએ સંચાલન પરત સોંપી દેવા કોર્પોરેશનને જણાવી દીધું છે. પરંતુ નવો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ નવી સંસ્થાને સંચાલન આપવામાં આવશે. હાલ ઢોર ડબ્બા ખાતે 1050 પશુઓ વસવાટ કરી રહ્યા છે. સામાન્ય રીતે ઢોર ડબ્બે રોજ 8 થી 10 પશુઓના મોત થતા હોય છે.
જીવદયા ઘર ટ્રસ્ટને બચાવવા પદાધિકારીઓના હવાતિયાં

  • ગાયોના મોતની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી
  •  ગાયોના મોત મામલે   મેયર નયનાબેન પેઢડીયા વાહિયાત અને માલિશ નિવેદનએ પુરવાર કરે છે કે જીવદયા ટ્રસ્ટ અને અધિકારીઓને બચાવી રહ્યા છે.તેમ રણજીત મુંધવાએ જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતુ કે,મેયર  પોતે ગાયના ડોક્ટર હોય એ રીતે વાતો કરી રહ્યા છે મીડિયા સમક્ષ કે ગાયને પૌષ્ટિક આહાર મળતો હોય છે પરંતુ કોથળી ખાવાના કારણે ગાયના મોત થયા છે તો મેયરક્ષ3 જણાવી દઉં કે ગાયમાં ભરવાડને ખબર પડે નહીં કે ભાજપને ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ગાય માતાના નામે સતાપર આવી આજે જ ગાયને મરવા મજબૂર કરી હોય ત્યારે ભાજપ નો એક પણ આગેવાન કે નેતા ગાય માટે એક શબ્દ બોલવા પણ થયા નથી બે દિવસ પહેલા રાહુલ ગાંધીના વિરોધમાં મુખ્યમંત્રીથી માંડી તમામ ભાજપના નેતાઓ વિરોધ કરી રહ્યા હતા આજે ક્યાં છે એ લોકો રોજગારીના મોત થયા માત્ર ને માત્ર વોટ અને નોટની બેંકની રાજનીતિ કરનાર ભાજપને ગૌરક્ષકો અને હિન્દુ સમાજ ઓળખી ગયો છે ક્યાં છે ગૌરક્ષકો પણ જે હાલતા પોતાનો ઝંડો લઈને નીકળી જતા હોય છે આજે ઝંડો લહેરાવો નાર ગૌરક્ષકોની નકલી ભક્તિ ની ખોટ સાલિ  રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.