• કીર્તિસ્તંભ, ગોમતી ઘાટ અને મંદિર ચોક સહિતના માર્ગો પર દબાણો દૂર કરાયા

દ્વારકાધીશ જગતમંદિર વિશ્ર્વ પ્રસિધ્ધ હોય બારે માસ યાત્રાળુઓની ભારે ભીડ રહેતી હોય જેના કારણે જગતમંદિર આસપાસ દબાણોને લીધે ટ્રાફીકની સમસ્યાને લીધે યાત્રીકોને આવાગમનમાં સમસ્યાઓ રહેતી હોય આજરાજ દ્વારકા નગરપાલીકા દ્વારા જગતમંદિરને જોડતા પ્રમુખ રસ્તાઓ પરના દબાણો હટાવવા કામગીરીનો પ્રારંભ ર્ક્યો હતો.

દ્વારકાના નવનિયુક્ત મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી આઇએસએ અમોલ આવટેની જગતમંદિર આસપાસના દબાણો હટાવવાની સૂચના બાદ નગરપાલીકા દ્વારા જગતમંદિર પહોંચતા યાત્રીકોને અડચણરૂપ લારી ગલાં પાથરણાવાળાઓ સહિતના દબાણો હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલીકા ચીફ ઓફીસર ઉદય નસિત દ્વારા પોલીસને સાથે રાખી પાલીકા ટીમ દ્વારા જગતમંદિર આસપાસના રીલાયન્સ રાડ પર કિર્તિ સ્તંભ, ગોમતી ઘાટ અને મંદિર ચોક, જોધા માણેક રાડ, નીલકંઠ ચોક સુધીના માર્ગો પરથી દબાણો દૂર કરવાની કામગીરી આરંભી હતી.

મસમોટા દબાણો દૂર કરવા ઊઠી લોક માંગ

આ સાથે દ્વારકાના વિકાસમાં સતત વધારા સાથે પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ વધ્યો હોય પહેલા જયારે યાત્રીકોની ભીડભાડ જોવા મળતી તથા ચાર માસની સીઝન ગણાતી જે હવે લગભગ બારે માસ યાત્રીકોની ભીડ જોવા મળતી હોય અને ભીડમાં પણ સતત વધારા હોય ત્યારે જગતમંદિર આસપાસના દબાણકારાના દબાણો દૂર કરાય તે સ્તુત્ય કામગીરી ગણાય આમ છતાં યાત્રાધામમાં જોવા મળતી ટ્રાફીક સમસ્યા જોતાં પોલીસ દ્વારા પણ જરૂરીયાત મુજબ બેરીકેટીંગ કરી ટ્રાફીક સુદ્રઢ કરવા કામગીરી હાથ ધરાતી હોય ત્યારે શહેરમાં અનેક જગ્યાએ મસમોટા દબાણો કરાયા હોય જે અંગે પણ નગરપાલીકા કામગીરી કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે. અત્રે ઉલેખનીય છે કે હાલમાં જે દબાણકારાને હટાવાયા છે તેમાંથી મોટા ભાગના દબાણકારા નાના વેપારીઓ પાથરણાવાળા રાજેરાજનું ખાનારા નિમ્ન તથા મધ્યમવર્ગીય પિરવારા હોય  ત્યારે મસમોટા દબાણકારા સામે પણ નગરપાલીકા કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

સુત્રાપાડા: વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ નિહાળતા ભાજપ આગેવાનો

વેરાવળ સાચી સીનેપ્લેક્ષ ખાતે મન કી બાત નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, મહામંત્રી  દિલિપભાઈ બારડ, ડો જયેશભાઇ વઘાસીયાતેમજ જીલ્લાના હોદેદારો, વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, સદસ્યતા અભિયાનના સંયોજકો, સહસંયોજકો, તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.