• અનુવાદ એ આપણી સાંસ્કૃતિક , ઐતિહાસિક અને રાષ્ટ્રીય એકતા – અખંડિતતા નું માધ્યમ ગણાય છે : તે ભાષાઓની સીમા પાર કરીને વૈશ્વિક ચિંતન સાથે સર્જનાત્મક ચેતના નો આવિષ્કાર કરે છે : પરસ્પર જ્ઞાન અને વિજ્ઞાનને સમૃદ્ધ કરવા અનુવાદ આજના યુગની તાતી જરૂરિયાત
  • આજે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ
  • અન્ય ભાષામાંથી પોતાની પ્રાદેશિક ભાષામાં અનુવાદનું ચલણ અને મહત્વ વધતા ગુગલ ટ્રાન્સલેન્ટ જેવી એપનો ઉદય થયો : ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથોનું સમગ્ર વિશ્વની ભાષાઓમાં અનુવાદ થયું છે

અનુવાદ એટલે અન્ય ભાષામાંથી તમારી ભાષામાં અનુવાદ કરવો. આ પરંપરા પ્રાચીન કાળથી અસ્તિત્વમાં આવી છે, તે માનવ સંસ્કૃતિ એકતા અને આપણી સભ્યતાને વિકસાવતું પરિબળ છે. માનવ એકતા સાથે વિશ્વ સંસ્કૃતિના વિકાસમાં પણ તેનો ફાળો છે. આજે વિશ્વ અનુવાદ દિવસ છે, ત્યારે વિશ્વના મહાન પુસ્તકો આપણને આપણી ભાષામાં વાંચવા મળે છે, તે માટે કોઈ અનુવાદકની મહેનત હોય છે. વિજ્ઞાન, ધર્મ, ટેકનોલોજી, વેપાર, વાણિજ્ય, રાજકારણ, સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિ જેવા વિવિધ અંગો સાથે અનુવાદ જોડાયેલ છે. આપણે પ્રાચીન બેબીલોન, ગ્રીક અને રોમન જેવા વિવિધ દેશોની ભવ્ય સંસ્કૃતિ અને તેનો ઇતિહાસ અનુવાદને કારણે જાણી શક્યા છીએ.

આપણા ભારતનો ખગોળ શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર વિગેરે મહાન ગ્રંથો કે સાહિત્ય વિશ્વભરમાં અનુવાદથી જ સમગ્ર દુનિયામાં પહોંચ્યા છે, ઘણા અનુવાદને કારણે જ ઘણી નવી શોધ અને સંશોધનો પણ થયા છે. આપણા વેદ ઉપનિષદો તેને કારણે જ વિશ્વ સ્તરે પ્રચલિત થયા હતા. આપણી પંચતંત્રની વાર્તાઓ વિશ્વની અનેક ભાષામાં અનુવાદ થયો છે. યુનેસ્કો દ્વારા પણ પ્રેમચંદની ગોદાન વીભૂતિ ભુષણની પાથેર પાંચાલી જેવા વિવિધ મહાન ગ્રંથો અનુવાદ કરીને ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે જાણીટી કરી હતી. આપણો દેશ બહુભાષી હોવાથી અનુવાદનું મહત્વ સ્વાભાવિક છે, પણ આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુગમાં વિદેશી ભાષાઓ પણ આપણે શીખી રહ્યા છીએ. શિક્ષણના વિકાસમાં સૌથી સારું પાસુ  અનુવાદથી થયું છે. 30 મી સપ્ટેમ્બર બાઇબલના અનુવાદક સેન્ટ જેરોમની યાદમાં ઉજવાય છે, તેને અનુવાદના આશ્રયદાતા સંત પણ માનવામાં આવે છે.

આજકાલના સોશિયલ મીડિયાના યુગમાં ટ્રાન્સલેટનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે મોબાઇમાં ઘણી એપ આવતા લોકો પોતાની સમજ માટે તેને અનુવાદ, ભાષાંતર કરીને તે વિષયક માહીતી મેળવે છે. જો કે અંગ્રેજીમાંથી ગુજરાતી ટ્રાન્સલેટ કરો ત્યારે ઘણી ક્ષતિઓ પણ જોવા મે છે કે કયારેક તો અર્થનો અનર્થ પણ થઇ જતો જોવા મળ્યો છે.

24મી મે 2017ના રોજ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ આજનો દિવસને આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ જાહેર કર્યો હતો. આના પગલે અનુવાદના નવા વ્યવસાયનો ઉદય થયો હતો. યુ.એન. દ્વારા અરબી, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને જર્મનમાં અનુવાદ માટેની દર વર્ષે સેન્ટ જેરોમની યાદમાં અનુવાદ સ્પર્ધા પણ યોજાય છે.

1953 બાદ આ ક્ષેત્રે વિશેષ કામગીરી થયા બાદ અનુવાદકોનું આંતરરાષ્ટ્રીય ફેડરેશન પણ રચાયું હતું. આજના વૈશ્ર્વિકીકરણમાં અનુવાદનું મહત્વ ઘણું વઘ્યું છે. આ વર્ષની થીમ ’અનુવાદ, રક્ષણ કરવા યોગ્ય કળા સ્વદેશી ભાષાઓ માટે નૈતિક અને ભૌતિક અધિકારો’ છે. આ વર્ષના થીમ અનુસાર રાષ્ટ્રોને એક સાથે લાવવા, સંવાદ, સમજણ અને સહકારને સરળ બનાવવાનાં વિકાસમાં યોગદાન આપવું સાથે વિશ્ર્વ શાંતિ અને સુરક્ષાને મજબુત બનાવવાનો હેતું છે,

આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અનુવાદ વ્યવસાયિકોને ઓળખીને તેને રાષ્ટ્ર સાથે જોડવાનો છે. આજે સોશ્યિલ મીડિયામાં અંગ્રેજીનું ગુજરાતી અને હિન્દી ટ્રાન્સલેટનો યુગ છે. લોકો વિવિધ માહિતી મેળવવા ઘણી ટ્રાન્સલેટ એપનો ઉપયોગ કરે છે. પ્રાદેશિક ભાષામાં સરળતાથી સમજતા લોકો અને અંગ્રેજીની ઓછી સમજવાળાને ગુજરાતી કે હિન્દી ટ્રાન્સલેટ થઇ જતાં ઘણી સરળતા રહે છે.

અનુવાદ માત્ર શબ્દોનો વિષય નથી, તે બુદ્ધિગમ્ય સમગ્ર સંસ્કૃતિ બનાવવાની બાબત છે. અનુવાદ વિના માણસ મર્યાદિત રહે છે, તેના થકી સરહદો ઓળંગીને વૈશ્ર્વિક સ્તરે જાણીતા કે અન્યો સંસ્કૃતિની માહીતી મેળવી શકે છે.

આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસે સૌએ જાણવાની જરુરીયાત ઉપર ભાર મુકાયો છે. સમગ્ર વિશ્ર્વની બધી સંસ્કૃતિઓ વિશે ટ્રાન્સલેટની મદદથી આપણે આપણાં જ્ઞાનનો વધારો કરી શકીએ છીએ. આપણા ગુજરાતી તો અંગ્રેેજીનું સીધુ ગુજરાતી કરીને પણ ઘણીવાર ખુબ જ સરસ માહીતી કે જ્ઞાન મેળવતા હોય છે. વૈશ્ર્વિક સ્તરે ચેટ કરવા માટે પણ આ ટ્રાન્સલેટ આપણને ખુબ જ ઉપયોગી થઇ પડે છે. આજે મેડીકલ ટ્રાન્સલેટનો બહુ મોટો વ્યવસાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.