કરછી કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારીની લોકપ્રિયતા હવે ગુજરાતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ છે. તેના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ક્રોપ ટોપ પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ પીળુ અને લાલ કલરનું ટ્રેડિશનલ ક્રોપ ટોપ પહેર્યું છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લુકમાં ખૂબ જ આકર્ષિત લાગી રહી છે.