કોઈ જીન્સ ફિટિંગ, સ્ટાઇલ, કલર અને આવાં અનેક કારણોસર જો પહેરવાનું છોડી દીધું હોય તેમ છતાં એને સાચવી રાખવા માટે આપણને અનેક કારણો મળી રહે છે. જો ખરેખર જીન્સ એટલું જ વહાલું હોય તો એને એમ જ રાખવાને બદલે કંઈક ઉપયોગમાં લેવું જોઈએ. જીન્સ સાથે શું કરી શકાય એ જાણી લો.

જીન્સમાંથી કપની નીચે રાખવા માટેનાં કોસ્ટર્સ બનાવવાં સૌથી આસાન છે. જસ્ટ જીન્સને રાઉન્ડ અથવા ચોરસ આકારમાં કાપી લો અને બીજા કૉટનના કાપડની પાઇપિન અથવા ઝાલર લગાવો. એ સિવાય જીન્સમાંથી લાંબી પટ્ટીઓ કાપી એને કોઇલની જેમ ગોળ વાળીને પણ કોસ્ટર રેડી કરી શકાય.

jeans

જીન્સને નાના પણ એક માપના ચોરસ અથવા ત્રિકોણ ટુકડામાં કાપી લો અને આ બધાને જોઇન કરીને એક મોટો ચોરસ આકાર બનાવી એને જોડીને કુશન કવર બનાવી લો. આ પેચવર્કવાળા ડેનિમના કુશન કવર જેવું લાગશે.
કિચનમાં ચમચાઓ રાખવા માટે આ જીન્સના પોકેટને એક રેડ અથવા વાઇટ કોટનના કાપડ પર લગાવી દો અને પછી એને પાછળથી હેન્ગ કરવા માટે કંઈક બનાવો. ફ્રિજ પર લગાવવા માટે અથવા કિચનમાં ચમચીઓ રાખવા માટે આ પોકેટ યુનિક લાગશે. ત્રણથી ચાર પોકેટને જીન્સ કે બીજા પ્રિન્ટેડ કાપડ પર લગાવીને હોલ્ડર બનાવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.