સોશિયલ મીડિયા અને YouTube ટીવી અને સિનેમાને ટક્કર આપી રહ્યા છે. સસ્તા ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા અને YouTube ના સતત નવા ફીચર્સ આવવાને કારણે આ શક્ય બન્યું છે. આ કારણે ઘણા લોકો હવે સોશિયલ મીડિયા અને YouTube પર પોતાનું મનોરંજન કરે છે. તેના કારણે સોશિયલ મીડિયા અને YouTube પર વીડિયો ક્રિએટરનું પૂર આવ્યું છે.

shorts

સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ વધારવા માટે YouTube નિર્માતાઓ નવી સુવિધાઓ ઉમેરી રહ્યા છે. આ ક્રમમાં YouTube એ હવે વીડિયો ક્રિએટર માટે AI ટૂલ્સ ઉમેરવાની જાહેરાત કરી છે.

YouTube નું નવું AI ટૂલ

yotube

 

ગૂગલનું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુઝર્સની સુવિધા માટે નવું ફીચર્સ લાવી રહ્યું છે. ત્યારે ખરેખર હવે નવા AI ટૂલ્સ YouTube પર દસ્તક આપવા જઈ રહ્યા છે. તેમજ આ ટૂલ્સની મદદથી યુઝર્સને વીડિયો અને થંબનેલ્સ બનાવવામાં સરળતા રહેશે. આ સાથે વધુમાં  વપરાશકર્તાઓ તેમના વિડિયોને વધુ દર્શકો સુધી લઈ જવા માટે ઓટોમેટિક ડબિંગનો ઉપયોગ પણ કરી શકશે. આ દરમિયાન નવા ટૂલ્સની મદદથી સર્જકોને આઈડિયા જનરેટ કરવામાં પણ મદદ મળશે.

Veeo ટૂલની મદદથી ક્રિએટર્સને વીડિયો બનાવવા માટે રિયાલિસ્ટિક બેકગ્રાઉન્ડ મળશે. આ ટૂલની મદદથી યુઝર ટેક્સ્ટ ટાઈપ કરતાની સાથે જ ઈમેજ મેળવી લેશે. આ તસવીરોમાંથી 6 સેકન્ડના શોર્ટ્સ બનાવી શકાય છે. આ સાથે નાના અને મધ્યમ વપરાશકર્તાઓને વધારાની કમાણીના વિકલ્પો પણ આપવામાં આવશે. તેમજ વીડિયો જોનારા યુઝર્સ હાઈપ નામના ફીચર દ્વારા વીડિયો પર વોટ કરી શકશે.

YouTube નું AI ટૂલ ક્યારે આવશે?

 

હાલમાં, YouTube એ હજી સુધી સ્પષ્ટ કર્યું નથી કે તેનું નવું AI ટૂલ એડન ક્યારે ઉપલબ્ધ થશે અને શું તે ફક્ત પ્રીમિયમ સભ્યો માટે હશે કે દરેક માટે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે YouTubeનું આ AI ટૂલ આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.