ભારતમાં ઓળખના પુરાવા તરીકે આધાર હોવું જરૂરી છે. તેના વગર તમારા ઘણા કાર્યો અટકી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે રેશન કાર્ડની જેમ તેમાં પણ અલગ-અલગ રંગ હોય છે. તેમજ વાસ્તવમાં, આધાર કાર્ડનો રંગ સામાન્ય રીતે સફેદ હોય છે, પરંતુ આ સિવાય એક અન્ય રંગીન આધાર કાર્ડ છે.

આધાર કાર્ડ કેટલા રંગના હોય છે અને કોને આપવામાં આવે છે?

આધાર કાર્ડમાં કેટલા રંગો હોય છે?

જો તમારે કોઈપણ શાળા, કોલેજમાં એડમિશન લેવું હોય અથવા કોઈપણ પરીક્ષામાં બેસવું હોય તો આધાર કાર્ડ હોવું જરૂરી છે. રેશન કાર્ડની જેમ આધાર કાર્ડ પણ વિવિધ રંગોમાં આવે છે. UIDAI અનુસાર, આધારકાર્ડ બે રંગના હોય છે. જેમાં એક સફેદ અને બીજો બ્લૂ રંગ. સામાન્ય રીતે લોકોને સફેદ આધાર કાર્ડ આપવામાં આવે છે. પરંતુ બાળકો માટે વાદળી રંગનું આધારકાર્ડ આપવામાં આવે છે.

સફેદ આધાર કાર્ડ 

adhar kard

સફેદ આધાર કાર્ડ સામાન્ય રીતે તમામ ભારતીય નાગરિકોને સફેદ રંગનું આધાર કાર્ડ આપવામાં આવે છે. આ સૌથી સામાન્ય આધાર કાર્ડ છે, જે દરેક વ્યક્તિ પાસે હોવું જોઈએ. વ્યક્તિની બાયોમેટ્રિક અને વસ્તી વિષયક માહિતી આ કાર્ડમાં રેકોર્ડ કરવામાં આવે છે, જેમ કે ફોટો, નામ, સરનામું અને ઉંમર વગેરે. સફેદ આધાર કાર્ડનો ઉપયોગ વિવિધ સરકારી અને ખાનગી સેવાઓ માટે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે થાય છે.

બ્લૂ આધાર કાર્ડ

adhar card

બ્લુ આધાર કાર્ડ (બાળકો માટે) બ્લુ આધાર કાર્ડ ખાસ કરીને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી કરવામાં આવે છે. આ કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી નથી, માત્ર બાળકનો ફોટોગ્રાફ લેવામાં આવે છે. જ્યારે બાળક 5 વર્ષની વય વટાવે છે, ત્યારે તેનો/તેણીનો બાયોમેટ્રિક ડેટા જેમ કે ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન અને ફોટો અપડેટ કરવામાં આવે છે. આ પછી, જ્યારે બાળક 15 વર્ષનું થાય છે, ત્યારે બાયોમેટ્રિક અપડેટની પ્રક્રિયા ફરીથી પૂર્ણ કરવી પડશે. જો 15 વર્ષની ઉંમર સુધી બાયોમેટ્રિક્સ અપડેટ કરવામાં ન આવે તો આ બ્લુ આધાર કાર્ડ અમાન્ય થઈ શકે છે.

બાયોમેટ્રિક શું છે?

બ્લુ આધાર કાર્ડ આપવા માટે બાળકનો બાયોમેટ્રિક ડેટા લેવામાં આવતો નથી. આ માટે તેમના ફોટોગ્રાફ પરથી જ માહિતી લેવામાં આવી છે. આ સાથે જ્યારે બાળક 15 વર્ષનું થાય ત્યારે આંગળીઓ, મેઘધનુષ અને ચહેરાનો બાયોમેટ્રિક ડેટા આપવો પડે છે. જો આમ કરવામાં નહીં આવે તો આ કાર્ડ અમાન્ય ગણાશે.

કેવી રીતે અરજી કરવી?

સૌ પ્રથમ, UIDAI વેબસાઇટ uidai.gov.in પર જાઓ અને માય આધાર પર ક્લિક કરો. ત્યારપછી, એપોઇન્ટમેન્ટ લીધા પછી, નવા આધાર પર ક્લિક કરો. ત્યાં જે પણ માહિતી પૂછવામાં આવે તે ભરો. આ પછી માતાપિતાનો ફોન નંબર અને સરનામું દાખલ કરો. તેમજ નોંધણી પછી નજીકના સેવા કેન્દ્ર પર જાઓ અને એપોઇન્ટમેન્ટ લો. ત્યારે આપેલ તારીખે બાળક સાથે કેન્દ્રની મુલાકાત લો. આ સમય દરમિયાન તમારું આધાર કાર્ડ, સરનામાનો પુરાવો અને બાળકનું જન્મ પ્રમાણપત્ર તમારી સાથે રાખો. ત્યારપછી બાળકનો ફોટો લેવામાં આવશે. આ પ્રક્રિયા પછી  ફોન પર એક મેસેજ આવશે, તે  60 દિવસની અંદર બાળકનું વાદળી આધાર કાર્ડ જારી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.