• 33 વર્ષીય મહિલાએ નોંધાવી ફરિયાદ
  • 7 વર્ષના દીકરાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ
  • કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Surat : સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. લાઠીથી સુરત આવતી પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું. સુરતના પર્વત પાટિયા વિસ્તારની 33 વર્ષની મહિલા દુષ્કર્મનો ભોગ બની છે. મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.Screenshot 2 13

ટિકિટ ઉપર લખેલા નંબરના આધારે ડ્રાઈવર કરતો ફોન

મળતી માહિતી મુજબ સુરતના પરવત પાટીયા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાએ એક ખાનગી બસના ડ્રાઈવર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાત વર્ષના પુત્ર સાથે ગત 14 સપ્ટેમ્બરના રોજ લાઠી ખાતે રહેતી બહેનને મળવા જઈ રહ્યાં હતા. ત્યારબાદ સરથાણા ખાતેથી લક્ઝરી બસમાં સુરત જવા માટે નીકળ્યા હતા. બીજા દિવસે સવારે તે ત્યાં પહોંચ્યા બાદ તેની ટિકિટ ઉપર લખેલા તેના નંબરના આધારે તે લકઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ કર્યું હતું. જે બાબતે મહિલાએ તેને ના પાડી હતી.

ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું

બીજા દિવસે રાત્રે ભોગ બનનાર યુવતી તે જ લકઝરી બસમાં ટિકિટ બુક કરાવી પુત્ર સાથે સુરત આવવા નીકળી હતી. રાત્રે બે વાગ્યે તારાપુર ચોકડી પસાર થયા બાદ બધા પેસેન્જર સુઈ ગયા હતા ત્યારે બીજો ડ્રાઈવર બસ ચલાવતો હોય ત્યારે મહિલાને ફોન કરનાર ડ્રાઈવર તેના સોફામાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. આ સાથે કહ્યું હતું કે, જો સંબંધ બાંધવા નહીં દે તો બાજુમાં સુતેલા પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. નરાધમે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તે ત્યાં જ બેસી રહ્યો હતો અને આ વાતની કોઈને જાણ નહીં કરવા ધમકી આપી હતી.Screenshot 3 11

બનાવ અંગે પતિને કરી જાણ

સવારે કાપોદ્રા બંબાગેટ ખાતે મહિલા પુત્ર સાથે ઉતરી ગઈ હતી. અને તેને તેડવા આવેલા પતિ સાથે ઘરે પહોંચી હતી. ત્યાર બાદ બનાવ અંગે પતિને જાણ કરતા તેમણે પોતાની રીતે ડ્રાઈવરની શોધખોળ કરી હતી. ત્યારબાદ પુણા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા. ફરિયાદ નોંધાવતા પોલીસે ડ્રાઈવરની શોધખોળ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.