જામનગર: માં જગદંબાના નોરતાના આગમનને થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે જેના વગર નવરાત્રીની ઉજવણી અધૂરી માનવામાં આવે છે તેવા ગરબાની પણ જામનગરની બજારમાં ધીમે ધીમે માંગ વધતી જોવા મળી રહી છે. તાય્રે શહેરમાં બે પેઢીથી એક પરિવાર ગરબા બનાવી તેમાં રંગરોગાન કરવા સહિતની કામગીરી સાથે જોડાયેલ છે.
આ અંગે વિગતે વાતચીત કરતા ગુલાબ નગર વિસ્તારમાં બે પેઢીથી માટીના ગરબા બનાવવાની કળાના જાણકાર હરકિશન પ્રજાપતિએ જણાવ્યું કે તેઓ ઘણા વર્ષોથી માટીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાં તેઓ 5 થી 7 લોકો ગરબા બનાવે છે. નવરાત્રી આવતાની સાથે તેમના ચાર માસ અગાઉ ગરબા બનાવવાની પ્રવૃત્તિમાં જોડાઈ જી છે. જેમાં તેઓ સૌપ્રથમ માટી લઈ આવ્યા બાદ તે માટીમાં પાણી મિક્ષ કરવાની પ્રોસેસ કરી એક માટીનો પિંડો બનાવવામાં આવે છે ત્યારબાદ તેને ચાકડા મારફતે ગોળ ફેરવીને તેમાં હાથ વડે યોગ્ય રૂપ આપી ગરબા બનાવે છે.
તેમj ગરબો બની ગયા બાદ તેને ચાર દિવસ સુકવવા માટે મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાં કલર પણ કરી આપવામાં આવે છે. ત્યારે હાલમાં લાલ કલરના ગરબાની સૌથી સારી એવી માંગ જોવા મળી રહી છે. વર્ષો અગાઉના સમયમાં સાદા ગરબાની માંગ વધુ જોવા મળતી હતી પરંતુ હવે આધુનિકતાની સાથે સાથે આ ગરબા ઉપરાંત નવી નવી ડિઝાઈન અને ખાસ સ્ટોન, આભલા સહિતની વસ્તુઓના ડિઝાઇન વાળા ગરબાની માંગ વધી છે. જેથી તેમના ઘરના લોકો દ્વારા ગરબામાં કલર અને સ્ટોન તથા તેમાં આભલા ટાંકવામાં આવે છે.
આ સાથે તેમના દ્વારા ગ્રાહકોની જરૂરિયાત મુજબના ગરબા બનાવી આપવામાં આવે છે એટલે કે 25 રૂપિયાથી માંડી ₹1,000 સુધીની કિંમતના ગરબા અહી મળે છે. અને તેમાં પણ જો ગ્રાહક કોઈ ખાસ પ્રકારની માંગ કરે તો તેમને એ પ્રકારના ગરબા બનાવી આપવામાં આવે છે.
સાગર સંઘાણી