• ગરબા પ્રેમીઓનાં અનેરા ઉત્સાહ સાથે દાંડીયા કલાસીસમાં જમાવડો: સોળે શણગાર સજવા બ્યુટીપાર્લરોમાં ભારે ધસારો
  • નવરાત્રી પૂર્વે જ બજારોમાં   ચણીયા ચોળી, ઓર્નામેન્ટસ  દાંડીયા અને અવનવી વેરાયટીની
  • ખરીદી માટે ભીડ જામી
  • કીંગ, ક્વિન, પ્રિન્સેસ અને પ્રિન્સના લાખેણા ઈનામો જીતવા ખેલૈયાની તૈયારી પુરજોશમાં

રાજકોટ વાસીઓ દરેક તહેવારની ધૂમધામ પૂર્વક ઉજવે છે પરંતુ જ્યારે વાત મા અંબાની આરાધના ના પર્વ નવરાત્રીની આવે ત્યારે રંગીલા શહેરવાસીઓમાં અનોખો જ માહોલ હોય છે ભક્તિની સાથે ગરબા પ્રેમીઓમાં ખૂબ જ આનંદ જોવા મળે છે ત્યારે તૈયારીઓને અંતિમ આપવામાં આવી રહ્યો છે.એમાં પણ  રંગીલા રાજકોટવાસીઓની તો વાત જ નિરાળી છે, ડ્રેસીસ ને લઈને તો અગાઉ તૈયારીઓ થતી જ હોય છે  પરંતુ હવે,નવરાત્રીમાં કેવા સ્ટેપ કરીશું? એ માટે પણ અગાઉથી જ પ્લાનિંગ કરવામાં આવે છે,ત્યારે નવરાત્રી મહોત્સવના પંડાલોની જેમ જ યુવા ખેલૈયાઓ પણ સોળે શણગાર ના સાજ સજવા માટે તૈયારી કરી રહ્યા છે.નવરાત્રી પર્વને લઈ  સમગ્ર પંથકમાં બ્યુટી પાર્લર ની સાથે સાથે દાંડિયા કોચિંગ ક્લાસમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓની પ્રેક્ટિસનો ધમધમાટ થઈ રહ્યો છે ,બ્યુટી પાર્લરમાં માત્ર બહેનો જ નહીં યુવાનો પણ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતા થયા છે દાંડિયા રાસમાં પ્રિન્સ પ્રિન્સેસને કિંગ ક્વીન ના લાખેણા ઇનામો જીતવા માટે ખેલૈયાઓ ડ્રેસ મટીરીયલ ની સાથે સાથે બ્યુટી ટ્રીટમેન્ટ અને રાસના નવા નવા સ્ટેપ શીખવા માટે ભારે ચીવટ રાખતા થયા છે.ટ્રેનરો અને ડિસ્કો ડાંડીયામાં આયોજકો દ્વારા વિશાળ દાંડિયા ક્લાસ આયોજન કરવામાં આવે છે ગરબા પ્રેમીઓ દાંડિયા ક્લાસીસ માં જઈને નવા નવા સ્ટેપ શીખે  છે બાળકોથી માંડી મોટી ઉંમરના લોકો પણ દાંડિયા ક્લાસ માં જોડાઈ છે આ ઉપરાંત નવરાત્રીમાં ખેલૈયાઓને બ્યુટી પાર્લરમાં વિવિધ ઓફરો આપવામાં આવે છે ખેલૈયાઓ માટે બ્યુટી પાર્લર ડ્રેસમા જોર સોર થી બુકિંગ થઈ રહ્યું છે રોજે નવા નવા મેકઅપ થકી  ખેલૈયાઓના અભરખાઓ નવો લુક આપવામાં આવે છે જેમાં શહેરના વિવિધ બ્યુટી પાર્લરમાં નવરાત્રીને અનુલક્ષીને વિવિધ ઓફર આપવામાં આવે છે જેમાં અવનવા મેકઅપ ,હેર સ્ટાઈલ ,  નેલ આર્ટ રંગબેરંગી ટેટુ , દાંતનું મેકોવર જેમાં ચમકીલા હીરા મોતી લગાવવાનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે . બ્યુટી પાર્લર મોટાભાગે બુકિંગ હાઉસફુલ થઈ ગયું . રંગબેરંગી ચણિયાચોળી સાથે અવનવા મેકઅપ માટે ખેલૈયાઓ અગાઉથી જ પેકેજ બુક કરાવે છે ત્યારે હવે નવરાત્રીને થોડા જ દિવસ નો સમય બાકી છે ત્યારે દાંડિયા ક્લાસીસ માં જોડ સોર થી ગરબાઓની પ્રેક્ટિસ ચાલી રહી છે સાથે બ્યુટી પાર્લરમાં પણ બુકિંગ માટે ખેલૈયાઓની પડાપડી થઈ રહી છે.

રંગબેરંગી ચણિયાચોળી સાથે સુયોગ્ય મેકઅપનો ટ્રેન્ડ: ભાવિશા શીશાંગીયા

અબતક સાથેની વાતચીતમાં ભાવિશા શિશાંગીયા એ જણાવ્યું હતું કે નવરાત્રી ને અનુલક્ષીને વિવિધ ઓફરો રાખવામાં આવી છે ખેલૈયાઓને નવરાત્રી પેકેજ પણ ડિસ્કાઉન્ટમાં મળી જશે જે અંતર્ગત બ્રાન્ડેડ મેકઅપ, એચડી મેકઅપ રંગબેરંગી ચણીયા ચોળી સાથે સુયોગ્ય મેકઅપ ને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે આ ઉપરાંત વિવિધ હેર સ્ટાઇલ થકી પણ  ખેલૈયા ના મન મોહી લેવામાં આવે છે અને અવનવી હેર સ્ટાઈલ થી પોતે સજ થાય છે

લુનાર બ્યુટી પાર્લર 20 વર્ષથી કાર્યરત: માધવી રાઠોડ

અબતક સાથેની વાતચીતમાં માધવી રાઠોડ એ જણાવ્યું હતું કે લુનાર બ્યુટી પાર્લર છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે જેમાં હેર સ્ટાઈલ વિભાગ હું સંભાળું છું આ વખતે નવરાત્રીમાં મહિલાઓ માટે અવનવી હેર સ્ટાઇલ લઈને આવ્યા છીએ બીટ્સ હેર સ્ટાઈલ ટ્રેડિંગમાં છે. હેરને નુકસાન ન થાય એ માટે બ્રાન્ડ ને ધ્યાન રાખીને જ  પ્રોડક્ટ ઉપયોગ કરવામાં આવે છે.

નવ દિવસીય પેકેજમાં આકર્ષક ઓફર આપતું લુનાર બ્યુટી પાર્લર: નીતિન રાઠોડ

અબતક સાથેની વાતચીતમાં લુનાર બ્યુટી પાર્લરના નિતીન રાઠોડ એ જણાવ્યું હતું કે નવરાત્રી નો તહેવાર આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ માટે વિવિધ ઓફરો રાખવામાં આવી છે આ ઉપરાંત નવ દિવસીય પેકેજમાં પણ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે લેટેસ્ટ હેર સ્ટાઇલ ,મેકઅપ, સ્કિનટ્રીટમેન્ટ માટે નવરાત્રીને અનુલક્ષીને ઓફરો રાખવામાં આવી છે આ ઉપરાંત મેકઅપ થકી સ્કીનને નુકસાન ન થાય તેવા બ્રાન્ડેડ મેકઅપ તેમજ હેર સ્ટાઈલ કરી આપવામાં આવશે તથા ચાર -પાંચ કલાક સુધી મેકઅપ કે હેર સ્ટાઈલ કરી હોય એવી જ રહે તે માટે અમારું બ્યુટી પાર્લર કાર્યરત છે  લુનાર બ્યુટી પાર્લર અમીન માર્ગ રેલવે ફાટક પાસે આવેલ છે તો મુલાકાત કરવા ખેલૈયાઓને અનુરોધ છે.

દર વર્ષે અબતક સુરભીમાં ગરબા રમી રંગ જમાવીએ છીએ: અંકિત ચાવડા

અબતક સાથેની વાતચીતમાં અંકિત ચાવડાએ જણાવ્યું હતું કે હું છેલ્લા 15 વર્ષથી નાગર બોર્ડિંગ વિરાણી સ્કૂલમાં દાંડિયા ક્લાસીસ ચલાવું છું જે અંતર્ગત દાંડિયા ક્લાસમાં 60 વર્ષથી લઈને સાત વર્ષ સુધીના ગરબા પ્રેમીઓ આવી રહ્યા છે આ વખતે કુલ 670 ગરબા પ્રેમીઓ માંથી 560 લેડીઝ છે આ વખતે અવનવા સ્ટેપ ગરબા પ્રેમીઓને શીખવાડવામાં આવ્યા છે જેમાં બાલાજી સ્પેશિયલ, ડીજે બ્રાઉ સહિતના અવનવા સ્ટેપ ટ્રેનિ્ંડગમાં છે આ ઉપરાંત  અમારું ગ્રુપ દર વર્ષે અબ તક સુરભીમાં ગરબા રમવા જાય છે અને રંગ જમાવે છે.

નાનપણથી જ ગરબા રમવાનો મને ખૂબ શોખ છે: ભાવિતા જેઠવા

અબ તક સાથેની વાતચીતમાં ભાવિતા જેઠવા એ જણાવ્યું હતું કે આપણે બધા તહેવારો ધૂમધામથી ઉજવીએ છીએ પરંતુ નવરાત્રી એક એવો તહેવાર છે જેમાં મને ખૂબ આનંદ આવે છે નાનપણથી જ ગરબા રમવાનો મને ખૂબ શોખ છે તેથી નવરાત્રી ગરબા રમવા માટે અવનવા સ્ટેપ ની આગોતરી તૈયારી માટે હું દાંડિયા ક્લાસમાં આવું છું નવા નવા સ્ટેપ શીખીને નવરાત્રીમાં ખૂબ મજા માણીએ છીએ.

ખેલૈયાઓને પ્રાચીન સંસ્કૃતિના ટેટુઓ બનાવવાનું ઘેલું લાગ્યું: ટેટુ આર્ટિસ્ટ નિશાંત પટેલ

અબતક સાથેની વાતચીતમાં શિવા ટેટુ ક્લબના ટેટુ આર્ટિસ્ટ નિશાંત પટેલ એ જણાવ્યું હતું કે નવરાત્રી ને હવે થોડા દિવસમાં સમય બાકી છે ત્યારે ખેલૈયાઓમાં વસ્ત્રોની સાથે ટેટુ બનાવવાનો ક્રેઝ પણ ચાલી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ બોડી પર અલગ અલગ ડિઝાઇનના ટેટુઓ કરાવે છે, પરંતુ આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવા પુન: તે તરફ વળ્યા છે ત્યારે આ વખતે છૂંદા, સાથીયા ,લાડવા સહિતના ચિત્રો ચિત્રાવાનો ક્રેઝ જોવા મળ્યો છે ખેલૈયાઓને પ્રાચીન સંસ્કૃતિના ટેટુઓ બનાવવાનું ઘેલું લાગ્યું છે ખેલૈયાઓ  અવનવા ટેટુઓ ટેમ્પરરી તેમજ પર્મનેન્ટ કરાવી શકે છે, આ ઉપરાંત ટેટુઓ બનાવવા માટે પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ પાસે જ કરાવવા જોઈએ જેથી શરીરને કોઈ નુકસાન ન પહોંચે.

ખેલૈયાઓમાં મેકઅપ- હેર સ્ટાઈલ, નેલઆર્ટ ટીથ મેકઓવર તથા રંગબેરંગી ટેટુ બનાવવાનો ક્રેઝ ફેશન પ્રિય મહિલાઓમાં હેન્ડમેડ જવેલરીનો વધતો જતો ક્રેઝ

રાજકોટ સહિત ગુજરાતભરમાં  નવરાત્રી મહોત્સવને  લઈને ખેલૈયાઓનો  ઉત્સાહ આસમાને  જોવા મળી રહ્યો છે. આ વખતે નવરાત્રીમાં ગરબા રમવા માટે હેન્ડમેડ જવેલરીનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. આ હેન્ડમેડ જવેલરી ખેલૈયાઓને એક અલગ જ લુક આપશે. આ વખતે મીરર વર્ક, દેશી વર્ક, ફેબ્રીક વર્ક, કોડીનું વર્ક વધુ ટ્રેન્ડમાં છે.

આ વખતે નવરાત્રી જવેલરીમાં હેન્ડમેડ હાંસળી ચોકરના બલોયામાં મીરર વર્ક, દેશી ભરત, કચ્છી ભરત,  મોતી વર્ક, કોડીના વર્કની વધુ માંગ વધી છે.

દર વખતે નવરાત્રીમાં  અલગ અલગ પ્રકારની  જવેલરીની  ડિમાન્ડ હોય છે. ત્યારે આ વખતે બહેનો હેન્ડમેડ જવેલરીમાં હાંસલી ચોકર, લાંબો સેટ, બાજુ બંધ, બલોયા, નથ, પાયલમાં કસ્ટમાઈઝડ જવેલરી  બનાવવાનું વધુ પસંદ  કરી રહી છે.

આ તમામ હેન્ડમેડ જવેલરીની  પ્રાઈઝ 200થી શરૂ થઈ  1500 રૂપીયા સુધીની હોય છે. એવું કહી શકીએ કે હેન્ડમેડ જવેલરીએ ઘેલુ   લગાડયું છે. તેવું કહી શકાય કારણ કે આ વખતે  નવરાત્રીમાં  હેન્ડમેડ જવેલરીનું  જબરૂ આકર્ષણ જામ્યું છે. આ વખતે ઓકસોડાઈઝની જવેલરીની  જગ્યાએ  માનુનીઓએ કસ્ટમાઈઝડ હેન્ડમેડ જવેલરીની  ખરીદી કરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.