Surat : ખાતે ભેસ્તાન વિસ્તારમાં લુંટ તથા હત્યાની કોશિશનો મામલો સામે આવ્યો હતો. તેમજ પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ફરિયાદીના ઘરમાં ઘુસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ પરિવાર દ્વારા પ્રતિકાર કરતાં આરોપીઓ દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ,ભેસ્તાન વિસ્તારમાં લુંટ તથા હત્યાની કોશિશનો મામલો સામે આવ્યો છે. તેમજ પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની ઝડપી પાડ્યા હતા. આ સાથે બંને આરોપી પોતાના અન્ય એક મિત્ર સાથે મળીને આજે સવારે 5:30 વાગ્યે ફરિયાદીના ઘરમાં ઘુસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફરિયાદી અને તેમના પરિવાર દ્વારા પ્રતિકાર કરતાં 3 આરોપીઓ દ્વારા તેમની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ બુમાબુમ થતા ત્રણે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે મામલે ત્રણે આરોપીઓ વિરુદ્ધ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં લુંટ તથા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ભેસ્તાન પોલીસે તોહેબ જુનેદ શેખ અને કલીમ રેહમાન શેખ એમ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને એક આરોપી ઇમરાન મિઠાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.