Morbi : લિલાપર રોડ પર આવેલ વજેપર ગામ ખાતે સરકારી જમીન પર ભાજપ આગેવાન અરવિંદ બારૈયા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણને લઇને મામલો ગરમાયો હતો. તેમજ કલેકટરએ આ મામલે જણાવ્યું હતું કે જે જગ્યાના દબાણની વાત ચાલી રહી છે તે બાબતે બે મહિના અગાઉ તંત્ર દ્વારા નોટિસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પાર્ટીનો પ્લોટ છે તેની આજુબાજુની જગ્યામાં સરકારી ખરાબો છે અને તે જગ્યા પર દબાણ છે આ દબાણને લઇને દબાણકર્તાને જવાબ રજૂ કરવા નોટિસ સમન્સ પણ પાઠવવામાં આવ્યા છે.  અને આગામી સમયમાં પણ જે કંઈ કાર્યવાહી કરવાની થશે તે પણ અમે કરીશું. આ સાથે જ આ બાબતે જે રાજકીય લાગવગ કે દબાણ વશ થવાની વાત સત્યથી વેગડી છે તંત્ર કોઈના રાજકીય દબાણમાં કામ નથી કરતું ગણેશ વિસર્જન સમયે પણ જ્યારે આ જ વ્યક્તિએ જાહેરનામા નો ભંગ કર્યો હતો તો તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો જો તેની લાગવગ ચાલી હોય તો તે ગુનો પણ નોંધાયો ન હોત.

ત્યારે સરકારી જગ્યા પર દબાણ કરનાર ભાજપ આગેવાન અરવિંદ બારૈયા એ જણાવ્યું હતું કે આખો પાર્ટી પ્લોટ ગેરકાયદેસર નથી તે મારી માલિકીની જમીન છે અને મારી જમીનની આજુબાજુમાં જે સરકારી ખરાબાની જમીન છે તે જમીન ની જંત્રી મુજબ રકમ ભરીને મેળવવા માટે મે અરજી કરી છે કોઈ દબાણ કરેલ નથી અને આ મામલે તંત્ર જે કંઈ પણ નિર્ણય લેશે તેમાં અને પૂરો સહકાર આપીશું.

ઋષિ મેહતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.