Gujarat : હવામાન વિભાગની આગાહી મુજબ 28 સપ્ટેમ્બર શનિવાર બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. પરંતુ છૂટાછવાયો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવતા છેલ્લા 2 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ

નર્મદાના સાગબારામાં 7 ઈંચ

સુરેન્દ્રનગરના લખતરમાં 5 ઈંચ

જુનાગઢ જિલ્લામાં 5 ઈંચ

જુનાગઢ શહેરમાં 5 ઈંચ

સુરતના ઉમરપાડામાં સવા 4 ઈંચ

રાજકોટના ધોરાજીમાં સવા 4 ઈંચ

જુનાગઢના માણાવદરમાં 4 ઈંચ

જુનાગઢવા માંગરોળામાં 4 ઈંચ

પોરબંદર જિલ્લામાં 4 ઈંચ

વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. ત્યારે વાપી, વલસાડ ,પારડી, ધરમપુર પંથકમાં વરસાદ વરસતા મોટાભાગના રસ્તા પાણી પાણી થઇ ગયા. તેમજ ભરુચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયુ છે. હાંસોટના ઇલાવ, સાહોલ, બાલોટા ગામમાં વરસાદ વરસતાં અનેક રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ

દ્વારકાના ભાણવડમાં 4 ઈંચ

તાલાલામાં 4 ઈંચ

રાણાવાવમાં 4 ઈંચ

નવસારી, જલાલપોરમાં પોણા 3 ઈંચ

વિસાવદર અને વંથલીમાં 3 ઈંચ

શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ કચ્છમાં પણ  મોસમનો મિજાજ બદલાયો હતો. ભુજોડી, કુકમા, માધાપર અને ભૂજ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ-રસ્તા  પાણી પાણી થઈ ગયા છે.

ચોમાસાની સિઝનમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો

rain

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 131.07 % વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 % વરસાદ વરસ્યો છે. તેમજ સૌરાષ્ટ્રમાં વરસ્યો અત્યાર સુધીનો 137.03 % વરસાદ વરસ્યો છે. અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 136.25 % વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 127.56 % અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 110.19 % વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.