Navratri : માતાજીની આરાધનાનો તહેવાર નવરાત્રિનો પ્રારંભ થવાનો છે. ત્યારે આ 9 દિવસોમાં ભક્તો શક્તિની આરાધના કરે છે. તેમજ એવું કહેવાય છે કે માતાજીએ મહિષાસુર નામના ભયંકર રાક્ષસને માર્યા પછી નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આવા ભયંકર રાક્ષસોને મારવા માટે માતાજી પાસે વિશેષ શસ્ત્રો હતા. આ શસ્ત્રો માતાજીને વિવિધ દેવતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવ્યા હતા.
રાક્ષસો એટલા શક્તિશાળી હતા કે તેમની સામે કોઈ ટકી શક્યું નહીં. દંતકથા અનુસાર, દુર્ગાસપ્તિએ રાક્ષસોને મારવા માટે રક્તબીજ નામનો રાક્ષસ રાખ્યો હતો. તેના લોહીના એક ટીપામાંથી હજારો અન્ય રાક્ષસોનો જન્મ થયો. ત્યારે માતાજીએ તેને મારીને તેનું લોહી પીધું હતું, પછી જ્યારે માતાજીના મુખની અંદર રાક્ષસો ઉત્પન્ન થવા લાગ્યા, ત્યારે માતાજીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું અને તેના પેટમાં રહેલા લોહીથી રાક્ષસનો વધ કર્યો હતો.
વિવિધ દેવતાઓએ માતાજીને શસ્ત્રો પ્રદાન કર્યા હતા
મહિષાસુરને વધ કરવા દેવી જયારે રણસંગ્રામમાં આવ્યા ત્યારે દેવતાઓએ પોતાની શક્તિઓ તેમજ શાસ્ત્રો માતાજીને આપ્યા હતા. જેમ કે સુદર્શન ચક્ર, શંખ,અગ્નિ,ત્રિશુલ,અંકુશ,દંડ, આભુષણો અને સિંહ આ બધા શસ્ત્રો લઈને માતાજી રણસંગ્રામમાં મહિષાસુરનો વધ કરવા ગયા હતા.
સુદર્શન ચક્ર
રાક્ષસોને મારવા માટે વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રમાંથી એક નવું સુદર્શન ચક્ર બનાવ્યું અને તે માતાજીને આપ્યું હતું કારણ કે વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી અનેક દૈત્યોનો સંહાર કર્યો હતો. તેથી મહિષાસુરનો વધ કરવા ભગવાન વિષ્ણુએ માતાજીને સુદર્શન ચક્ર અર્પણ કર્યું હતું.
શંખ
ગીતાજીમાં જણાવ્યા મુજબ યુદ્ધમાં શંખનું ઘણું મહત્વ છે. યુદ્ધ શરૂ થાય ત્યારે શંખ વગાડવામાં આવે છે. અને એવા ઘણા શંખ છે જેનો માત્ર અવાજ કેટલાક રાક્ષસોનો નાશ કરે છે. તેથી ભગવાન વરુણે માતાજીને શંખ અર્પણ કર્યો.
અગ્નિ
હુતાશન એટલે અગ્નિ અને અગ્નિ પણ શક્તિનું શસ્ત્ર છે. વાયુ દેવે ધનુષ નામનું શસ્ત્ર પ્રદાન કર્યું છે.
ત્રિશુલ
ભગવાન શંકરે માતાજીને ત્રિશુલ અર્પણ કર્યું હતું.જેના ઉપયોગથી માતાજીને અનેક દૈત્યનો સંહાર કર્યો છે. ત્રિશુલ વડે જ માતાજીને મહિષાસુરને વધ કર્યો હતો.
અંકુશ
જો અંકુશને સરળ ભાષામાં સમજાવીએ તો તેનો અર્થ થાય છે નિયંત્રણ . ભગવાન ઈન્દ્રએ જીવો પર નિયંત્રણ મેળવવા માટે માતાજીને નિયંત્રણનું શસ્ત્ર આપ્યું હતું.
દંડ
યમરાજે માતાજીને દંડ (નાની લાકડી) હથિયાર આપ્યું હતું. જ્યારે કોઈ આત્મા ભૂલ કરે છે અને દુષ્ટ બને છે, ત્યારે માતાજી તેને દંડ આપી શકે.
આભુષણ
આભુષણ પણ માતાજીના શસ્ત્રોનો એક ભાગ છે. માતાજી દ્વારા પહેરવામાં આવેલા કેટલાક આભૂષણો રાક્ષસોને મોહિત કરે છે અને તેથી માતાજી તેમનો નાશ કરે છે.
સિંહ
સિંહ રાશિ એ સ્વયંનું સ્વરૂપ, શક્તિ અને અગ્નિ છે. તે માતાજી સાથે શક્તિ સિંહના રૂપમાં રહે છે. સિંહ માતાજી વાહન અને શસ્ત્ર બંને છે.