નવસારી જિલ્લામાં રાજયકક્ષા વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ઢોડીયા સમાજની વાડી, સુરખાઈ, ચિખલી ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. નવસારી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ,આરોગ્ય, કૃષિ,પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, ફિશરીઝ ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, શિક્ષણ વિગેરે જુદા જુદા વિભાગના લાભાર્થીઓને સ્ટેજ ઉપથી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે 1741 લાભાર્થીઓને રૂ.08 કરોડની સાધન- સહાયના લાભો હાથોહાથ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ મેળા માત્ર સરકારી સહાય આપવાના ઉદ્દેશ્યથી નહિ પરંતુ વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી ગરીબોના સશક્તિકરણનું મહાઅભિયાન બન્યા છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગરીબોને સશક્તિકરણ અભિયાન વધુ તેજ બનાવી ગરીબને આત્મનિર્ભર કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પ કરવાનો છે. વર્તમાન સરકાર દ્વારા સરકારી યોજનાઓ છેવાડાના માનવીસુધી પહોચાડી છે. ગરીબ કલ્યાણ મેળાથી લઇ તમામ યોજનામાં લાભો સિધા બેંકમાં જમા થતા વચેટીયાને દુર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના છેવાડાના માનવીની ચિંતા કરી અને ગરીબ કલ્યાણ મેળા શરુ કર્યા હતા. ગુજરાતમાં આજદિન સુધી 13માં તબક્કામાં 1604 ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1.66કરોડો જરૂરિયાતમંદ લાભાર્થીઓને રૂા.36800કરોડ ઉપરાંતની સહાય હાથો હાથ પહોંચાડવામાં આવી છે, ત્યારે આજે ગરીબ કલ્યાણ મેળાના 14માં તબક્કા હેઠળ નવસારી જિલ્લામાં આજે વિવિધ યોજનાના કુલ 1741 લાભાર્થીઓને રૂ.80066178.34 કરોડની સહાય-સાધનોના લાભો હાથોહાથ આપવામાં આવ્યા છે.
મેળા બાદ કુલ-1167 લાભાર્થીઓને રૂપિયા 16413991.64 આપવામાં આવનાર છે. તથા આજે ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ 1741 લાભાર્થીઓને રૂ.80066178.34 કરોડના લાભો આપવામાં આવ્યા છે. આમ, વર્ષ-2024 ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત નવસારી જિલ્લામાં 33193 લાભાર્થીઓને રૂપિયા 2252791477ના વિવિધ લાભોથી લાભાન્વિત થશે.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રીપલ ચૌધરી સ્વાગત પ્રવચન, કાર્યક્રમની આભાર વિધિ પ્રાંત અધિકારી મિતેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં યોજનાકિય શોર્ટ ફિલ્મ સહિત બનાસકાંઠાથી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્યકક્ષાના લાઇવ પ્રસારણને સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે તથા પેટા સ્ટેજ ઉપરથી વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ,સાધન સહાય, ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ઉપસ્થિત સૌએ પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા સ્વચ્છતા શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં ચિખલી તાલુકાના શાળા કોલેજના બાળકો દ્વારા રાસ ગરબા, આદિવાસી નૃત્ય રજુ કરી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.
તેમજ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાકેશ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, અધિક નિવાસી કલેક્ટર કેતન જોષી, પ્રાયોજના વહિવટદારઓ, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના સભ્યો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ અને જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.