• રાહુલ ગાંઘીના અનામત દુર કરવાના નિવેદન મામલે આજ રોજ કર્ણાવતી મહાનગર સુભાષ બ્રિજ સર્કલ પાસે  ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ તથા રાજ્યસભાના સાંસદ મયંક નાયકની આગેવાનીમાં મૌન રેલી કરી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો.
  • દેશના સંવિધાનનું સોથી વધુ વાર જો કોઈએ અપમાન કર્યું હોય તો તે કોંગ્રેસ સરકાર છે. – શ્રી ગોરઘન ઝડફીયા
  • કમનસીબે જે વ્યક્તિને દેશના ઈતિહાસની ખબર નથી, જેણે હંમેશા વિદેશની ધરતી પર દેશનું અપમાન કર્યું છે તે રાહુલ ગાંધી દેશના વિરોધપક્ષના નેતા છે. – ગોરઘન ઝડફીયા

Ahmedabad : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા અનામત હટાવવાના દુર્ભાગ્યપૂર્ણ નિવેદનના વિરોધમાં આજ રોજ કર્ણાવતી મહાનગર સુભાષ બ્રિજ સર્કલ પાસે  ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ તથા રાજ્યસભાના સાંસદ મયંક નાયકની આગેવાનીમાં મૌન રેલી કરી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને ગાંધી પરિવારની દેશ આઝાદ થયો ત્યારથી અનામત વિરોધી માનસિકતા રહી છે. ત્યારે “અનામત વિરોધી કોંગ્રેસ – દેશ વિરોધી કોંગ્રેસ” ના સૂત્રોચાર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત અનુસુચિત જાતિ મોરચાના મહાનગરના અધ્યક્ષ ભદ્રેશ મકવાણા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા કરવામાં આવ્યું હતું.

D3 scaled

ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ જણાવ્યું હતું કે ” દેશના સંવિધાનનું સોથી વધુ વાર જો કોઈએ અપમાન કર્યું હોય તો તે કોંગ્રેસ સરકાર છે. તેમજ ભારતીય જનતા પાર્ટીએ સંવિધાનમાં જ્યારે પણ ફેરફાર કર્યો છે ત્યારે દેશના હિતમાં કર્યું છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી નહેરુની ઈચ્છા ન હોવા છતાં મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભ પટેલના કહેવા પર બાબાસાહેબ આંબેડકરજી ને સંવિધાન સમિતિમાં લીધા હતા. કોંગ્રેસ અને ગાંધી પરીવાર ક્યારેય અનામતના સમર્થનમાં ન હતા. કોંગ્રેસની સરકારે 25 જુન 1975 ના રોજ કટોકટી સમગ્ર દેશમાં અમલ કરાવી સંવિધાનની હત્યા કરી હતી. કમનસીબે જે વ્યક્તિને દેશના ઈતિહાસની ખબર નથી, જેણે હંમેશા વિદેશની ધરતી પર દેશનું અપમાન કર્યું છે તે રાહુલ ગાંધી દેશના વિરોધપક્ષના નેતા છે.”

D2 scaled

કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા, અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદિપ પરમાર, રાજ્યના પૂર્વ મંત્રી કિરીટ પરમાર તથા પૂર્વ સાંસદ કિરીટ સોલંકી દ્વારા રાહુલ ગાંધી દ્વારા અનામત હટાવવાના નિવેદનને સખત શબ્દોમાં વખોડ્યું હતું.

D1 scaled

આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તથા એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત પી શાહ , ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલ, રાજ્યસભાના સાંસદ નરહરિ અમિન મહાનગરના મેયર પ્રતિભા જૈન,  મહાનગરના સર્વે ધારાસભ્યઓ, મહાનગરના સંગઠનના પદાધિકારીઓ તથા ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.