- ખેલાડીઓ વચ્ચે કબડ્ડી કબડ્ડી કબડ્ડી… ના શોર વચ્ચે વિજય માટે ખરાખરીનો ખેલ
ખેલાડીઓના પાણી મેદાનમાં જ માપી લેતી 4,000 વર્ષ જૂની એશિયાઈ રમત કબડ્ડી નું ભારતમાં હજુ માન અકબંધ રહ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જે જે કુંડલીયા કોલેજના ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 39 ટીમો વચ્ચે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે 39 ટીમના 424 ખેલાડીઓ કબડ્ડી કબડ્ડી કબડ્ડી બોલતા બોલતા વિજય રેખાને સ્પર્શ કરી હરીફોને પરાજીત કરવા માટે કમર કસી રહ્યા છે.
ખેલ જગતમાં કબડ્ડીની રમત બળ સાથે સમયસુચકતા અને નિર્ણય શક્તિને ઉજાગર કરનારી રમત માનવામાં આવે છે માત્ર તાકાતથી કબડ્ડી માં વિજય મળતો નથી શ્વાસથી લઈ શરીર ઉપર ખેલાડીનું પૂરું નિયંત્રણ જરૂરી હોય છે 4000 વર્ષથી એશિયામાં કબડ્ડી રમાતી આવી છે ભારતમાં ગામે ગામના પાદરમાં સમી સાંજે સમસ્ત ગામના યુવાનો વચ્ચે કબડ્ડીની સ્પર્ધાઓ જામતી આવે છે ,ટીમ વર્ક અને એકલા હશે વિજય રેખાને સ્પર્શ કરી પરત ફરવાની કલાને જાગૃત કરતી કબડ્ડી સૈન્ય અને યુદ્ધ કૌશલ્ય ના પ્રાથમિક સિદ્ધાંતો બાળપણમાંથી જ આપ આપનારી રમત માનવામાં આવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 39 મો વચ્ચે કબડ્ડી ટુર્નામેન્ટ માં ખેલાડીઓ વચ્ચે યુદ્ધ જામ્યું છે વિજેતા ટીમોને ઇનામથી નવાજવામાં આવશે નવાજવામાં આવશે
રમતો થકી યુવાનોમાં જુસ્સો વધે છે: અલ્પનાબેન ત્રિવેદી
અબતક સાથેની વાતચીતમાં અલ્પના બેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ કબડ્ડી સ્પર્ધા સૌરાષ્ટ્ર ની કુલ 31 કોલેજ ની ટીમ એ ભાગ લીધો છે. રમત એક એવી વસ્તુ છે કે જે શિક્ષણ ની સાથે સાથે તમારા માં જોમ અને જુસ્સો લાવે છે ,અલ્પના કબ્બડી કે જે 4000 વર્ષ પુરાની છે એ કબ્બડી માં યુવાનો જોમ જુસ્સા થી ભાગ લે એજ અગત્ય નું છે. જીત તો એક જ ટીમ ને મળશે પરંતુ રમત સ્પર્ધામાં ભાગ લેવો એ જ અગત્ય નું છે. રમત આપણને તંદુરસ્ત રાખે છે એ હેતુ થી વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે કોઈપણ રમતમાં હાર જીત તો થતી રહે છે પરંતુ તેમાં ભાગ લીધો તે જ મહત્વ નું કહી શકાય તેથી તમામ રમતવીરો તેમજ સમગ્ર કાર્યક્રમના આયોજકો તથા સ્ટાફગણ ને અભિનંદન પાઠવું છું
કબડ્ડી સ્પર્ધામાં 424 રમતવીરોએ બતાવ્યું “કૌવત ” યજ્ઞેશ જોષી
અબતક સાથેની વાતચીતમાં યજ્ઞેશ જોષી એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જે.જે કુંડલીયા સંયુક્ત ઉપક્રમે આંતર કોલેજ કબ્બડી કરતા ભાઈઓ નું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ની કુલ 39 ટીમ એ ભાગ લીધો છે.. 424 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ રમત સ્પર્ધા મોટી તેમજ ગૌરવ પદ કહી શકાય . ખેલાડી માં ભાઈચારો વધે અને અને જોમ જુસ્સો ટકી રહે એ માટે આવી સ્પર્ધાઓ મહત્વનો ભાગ ભજવે છે ખાસ કરીને શ્રી લાલબહાદુર કેળવણી મંડળ ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોશી, ડો. અલ્પના બેન ત્રિવેદી જે દર વર્ષે આવી ઇવેન્ટ કરે છે એમના સહકાર થી આર્થિક સહયોગ થી આ શક્ય બન્યું છે.