Paytm એ તહેવારોની સિઝન દરમિયાન તેના વપરાશકર્તાઓને લાભ આપવા માટે ટ્રાવેલ કાર્નિવલ શરૂ કર્યું છે. આ કાર્નિવલમાં યુઝર્સને સસ્તા દરે ફ્લાઈટ ટિકિટની સાથે ટ્રેન અને બસની ટિકિટ પણ મળી રહી છે. તેમજ આ ફેસ્ટિવલ 26 સપ્ટેમ્બર 2024 થી 5 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. એટલે કે યુઝર્સ ત્યાં સુધી સસ્તા દરે ટિકિટ બુક કરાવી શકે છે.

Paytm ટ્રાવેલ કાર્નિવલ ઓફર

PAYTM 1

Paytm ના ટ્રાવેલ કાર્નિવલ સાથે, વપરાશકર્તાઓ ફ્લાઇટ ટિકિટ પર 5,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે આ સાથે વપરાશકર્તાઓને  બસ અને ટ્રેનની ટિકિટ પર 25 % સુધીની છૂટ મળે છે.

Paytm એ ફ્રી કેન્સલેશનની સુવિધા પણ આપી છે. તેનો અર્થ એ થાય છે કે ફ્લાઇટ, ટ્રેન અને બસની ટિકિટો કેન્સલ કરાવવા પર કોઈ ચાર્જ લગાડવામાં આવશે નહીં.

Paytm તેની બેંક ભાગીદારી સાથે ઘણી ઑફર્સ પણ લાવી છે. આ સાથે વપરાશકર્તાઓને ICICI બેંક, RBL બેંક, બેંક ઓફ બરોડા અને AU સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા ટિકિટ બુક કરાવવા પર વધારાના લાભો મળશે.

Paytmના પ્રવક્તાએ કહ્યું કે તહેવારોની સીઝન નજીક આવી રહી છે. ત્યારે આ તહેવારોની સિઝનમાં ઘણા લોકો ઘરે જવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે અન્ય લોકો મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છે. તેમાં આવી સ્થિતિમાં Paytm તેમની મુસાફરીને સસ્તું બનાવવા માટે ઑફર્સ લઈને આવ્યું છે. આ ઓફરમાં યુઝર્સ પાર્ટનર બેંકો સાથે સસ્તા દરે ટિકિટ બુક કરાવી શકે છે. આ સાથે Paytm ટ્રાવેલ કાર્નિવલનો ઉદ્દેશ યુઝર્સને ફ્લાઈટ્સ, ટ્રેન અને બસમાં બચત આપવાનો છે.

Paytm ટ્રાવેલ કાર્નિવલ પ્રોમો કોડ

વપરાશકર્તાઓ વધારાના લાભો મેળવવા માટે પ્રોમો કોડનો ઉપયોગ કરી શકે છે. Paytm ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર 15 % ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 10 % ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. આ Paytm વપરાશકર્તાઓ ICICI બેંક માટે “ICICICC”, RBL બેંક માટે “FLYRBL”, બેંક ઓફ બરોડા માટે “BOBSALE” અને AU સ્મોલ ફાઇનાન્સ બેંક માટે “AUSALE” જેવા પ્રોમો કોડનો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.