Navratri 2024 : હિંદુ ધર્મમાં અને ખાસ કરીને ગુજરાતમાં જેનું સૌથી વધુ મહત્વ છે. ત્યારે નવલા નોરતાના આગમનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આથી યુવાઓમાં અનેરો થનગનાટ છે. બીજી બાજુ પોલીસ પણ સતર્ક થઈને નવરાત્રીની શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર ઉજવણી થાય તે દિશામાં કાર્યવાહી કરી રહી છે.

નવરાત્રીના આયોજનના સ્થળો પર પોલીસની ટીમ તૈનાત રહેશે. તેમજ વધુમાં સોશિયલ મીડિયામાં પોલીસની ટીમ દ્વારા સખત નજર રાખવામાં આવશે. આ સાથે કોઈ સ્થળે યુવતીઓ કે મહિલાઓ અટવાઈ હોવાનું માલુમ પડશે તો તેને ઘર સુધી પહોંચાડવામાં પણ પોલીસની ટીમ મદદ કરશે.

નવરાત્રિમાં ગરબા રમવા જતી દિકરીઓ માટે પોલીસનો ખાસ મેસેજ

-જયાં ગરબા રમવા જવાના હોવ તેનું એડ્રેસ તેમજ જેમની સાથે ગરબા રમવા જવાનાં હોવ તે સાથીદારો કે મિત્રોના મોબાઇલ નંબર અંગે તમારા પરિવારજનોને જણાવો

-ગરબા રમવા જાવ ત્યારે મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખો

-અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ ખાશો નહી

-અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વિડીયો શૅર ન કરશો

-સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે સતર્કતા રાખજો

-ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગૃપમાં જ રહેજો, અને અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળજો

-કોઈપણ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ ન જશો.

-ગરબા કાર્યક્રમ સ્થળે જવા આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો

-રાત્રિના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.