• 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો 
  • થોડા દિવસ પૂર્વે પણ નોંધાયો હતો ભૂકંપનો આંચકો 

Katchh : સરહદી જિલ્લા કચ્છમાં ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવનો સિલસિલો યથવાત રહ્યો છે. ત્યારે કચ્છમાં ફરી વહેલી સવારે એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓ નોંધાતા રહ્યાં છે. થોડા દિવસ પહેલા પણ જિલ્લામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના રાપર પાસે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટ લાઇન પર  નોંધાઈ રહ્યા છે. વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકા અનુભવાતા હોય છે. ત્યારે ફરી વાગડ વિસ્તારમાં ભચાઉ પાસેની ફોલ્ટ લાઈન આસપાસ આંચકો અનુભવાયો હતો. આંચકાને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભયનો માહોલ ફેલાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.