આજે 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર, ચાલો આપણે ભારતના કેટલાક શ્રેષ્ઠ, અદ્ભુત અને સુંદર પર્યટન સ્થળો વિશે જાણીએ. જેની મુલાકાત તમે તમારા જીવનમાં એક વાર ચોક્કસથી લેવાનું પસંદ કરશો.

આજે, 27મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. જેનો ઉદ્દેશ્ય પર્યટનના મહત્વને પ્રોત્સાહન આપવા અને તેની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ભૂમિકાને ઉજાગર કરવાનો છે. આ અવસર પર, ચાલો આપણે ભારતના કેટલાક શ્રેષ્ઠ, અદ્ભુત અને સુંદર પર્યટન સ્થળો વિશે જાણીએ, જેની મુલાકાત તમે તમારા જીવનમાં એક વાર ચોક્કસથી લેવાનું પસંદ કરશો.

1. તાજમહેલ, આગ્રા

World Tourism Day: These places in India are the favorite of foreigners, where millions of tourists visit every year

ભારતના ગૌરવ અને પ્રેમનું પ્રતીક, તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓમાંનું એક છે. સફેદ આરસપહાણની બનેલી આ અનોખી સમાધિ મુઘલ બાદશાહ શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બંધાવી હતી. તાજમહેલની સુંદરતા અને તેની કોતરણી દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે.

2. જયપુર, રાજસ્થાન

World Tourism Day: These places in India are the favorite of foreigners, where millions of tourists visit every year

‘પિંક સિટી’ તરીકે ઓળખાતું જયપુર તેના કિલ્લાઓ, મહેલો અને ઐતિહાસિક વારસા માટે પ્રખ્યાત છે. આમેર ફોર્ટ, હવા મહેલ અને સિટી પેલેસ જેવા સ્થળોની સુંદરતા અને શાહી ઇતિહાસ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.

3. કેરળના બેકવોટર્સ

World Tourism Day: These places in India are the favorite of foreigners, where millions of tourists visit every year

કેરળના શાંત અને મોહક બેકવોટર વિશ્વભરના પ્રવાસીઓને એક અનોખો અનુભવ પૂરો પાડે છે. અહીંની હાઉસબોટ રાઈડ તમને પ્રકૃતિની નજીક લઈ જાય છે. અલેપ્પી અને કુમારકોમના બેકવોટર ખાસ કરીને પ્રખ્યાત છે.

4. મનાલી, હિમાચલ પ્રદેશ

World Tourism Day: These places in India are the favorite of foreigners, where millions of tourists visit every year

જો તમે બરફથી ઢંકાયેલા પહાડો અને સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ લેવા માંગતા હોવ તો મનાલી તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીંની સોલાંગ વેલી અને રોહતાંગ પાસ શિયાળામાં સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ માટે પ્રખ્યાત છે. જ્યારે અહીં ટ્રેકિંગ અને પેરાગ્લાઇડિંગ કરી શકાય છે.

5. વારાણસી, ઉત્તર પ્રદેશ

World Tourism Day: These places in India are the favorite of foreigners, where millions of tourists visit every year

ભારતના સૌથી પ્રાચીન અને ધાર્મિક શહેરોમાંનું એક, વારાણસીના ગંગા ઘાટ અને તેનું આધ્યાત્મિક વાતાવરણ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. અહીં ગંગા આરતી અને મંદિરની મુલાકાત તમને જીવનનો અદ્ભુત અનુભવ કરાવશે.

6. આંદામાન અને નિકોબાર ઈસલૅન્ડ

World Tourism Day: These places in India are the favorite of foreigners, where millions of tourists visit every year

જો તમે બીચ પ્રેમી છો, તો આંદામાન અને નિકોબાર ઈસલૅન્ડ તમારા માટે સ્વર્ગ છે. અહીંનો વાદળી સમુદ્ર, સફેદ રેતાળ દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ જીવન તમને આરામ અને સાહસિક બંને અનુભવ કરાવશે. હેવલોક આઇલેન્ડ રાધાનગર બીચ અને સ્કુબા ડાઇવિંગ માટે પ્રખ્યાત છે.

7. લેહ-લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર

World Tourism Day: These places in India are the favorite of foreigners, where millions of tourists visit every year

લેહ-લદ્દાખ સાહસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. શાંત અને દૂર-દૂર સુધીની બરફીલા ટેકરીઓ અને નુબ્રા વેલી, પેંગોંગ લેક જેવી જગ્યાઓ તમારી સફરને અવિસ્મરણીય બનાવશે.

8. મેઘાલયનો લિવિંગ રૂટ બ્રિજ, ચેરાપુંજી

World Tourism Day: These places in India are the favorite of foreigners, where millions of tourists visit every year

મેઘાલયના જીવંત મૂળમાંથી બનેલા પુલ પોતાનામાં અનોખા અને અદ્ભુત છે. અહીંના સ્થાનિક લોકો પેઢીઓથી આ પુલ બનાવી રહ્યા છે. આ સ્થાનની પ્રાકૃતિક સુંદરતા અને લીલીછમ ખીણો તમને શાંતિ અને તાજગીનો અનુભવ કરાવશે.

9. ઉટી, તમિલનાડુ

World Tourism Day: These places in India are the favorite of foreigners, where millions of tourists visit every year

ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંનું એક, ઉટી તેની હરિયાળી અને ચાના વાવેતર માટે પ્રખ્યાત છે. અહીંની નીલગીરી પર્વતમાળા, તળાવો અને બોટનિકલ ગાર્ડન ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે.

10. ગોવા

World Tourism Day: These places in India are the favorite of foreigners, where millions of tourists visit every year

જો તમે પાર્ટીઓ, બીચ અને નાઈટલાઈફનો આનંદ લેવા ઈચ્છો છો. તો ગોવા તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીંના દરિયાકિનારા, ઐતિહાસિક ચર્ચ અને કિલ્લાઓ દર વર્ષે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે.

ભારતની વિવિધતા અને સુંદરતા તેને વિશ્વના પ્રવાસન નકશા પર અમૂલ્ય સ્થાન આપે છે. અહીંના ઐતિહાસિક સ્થળો, પ્રાકૃતિક દૃશ્યો અને સાંસ્કૃતિક વારસો દરેક પ્રવાસને એક વિશેષ અનુભવમાં ફેરવે છે. આ વિશ્વ પ્રવાસન દિવસે, તમે પણ આ અદ્ભુત સ્થળોની સફરની યોજના બનાવો અને ભારતની સુંદરતાનો અનુભવ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.