ડોક્ટરોનું કહેવું છે કે વ્યક્તિના શરીરમાં દરરોજ ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવાની જરૂરીયાત હોય છે. એમનું એવું કહેવું યોગ્ય છે કારણ કે એનાથી ઘણા પ્રકારની બીમારીઓથી બચાવી શકાય છે.
પાણી પીવાથી શરીરના ઝેરી પદાર્થ બહાર નિકળી જાય છે. પરંતુ શુ તમને ખબર છે કે વ્યક્તિના શરીર માટે નવશેકું પાણી ખૂબ ફાયદાકારક છે. ઠંડા પાણીની જગ્યાએ જો નવશેકા પાણીની વાત કરીએ તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
નવશેકું પાણી પીવાથી થતા ફાયદા વિશે.
-ગરમ પાણી પીવાથી ગળામાં રહેલા બેક્ટેરીયા ખતમ થઇ જાય છે. એનાથી ગળામાં ઇન્ફેક્શનમાં આરામ મળે છે.
-જ્યાં ઠંડું પાણી શરીર માટે જરૂરી છે તો બીજી બાજુ ગરમ પાણી સ્વાસ્થ્ય માટે એક પ્રકારનું દવાનું કામ કરે છે. સ્કીનને નિખારવાનું કામ અને બીમારીઓને દૂર કરે છે.
– રેગ્યુલર ગરમ પામી પીવાથી ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. શરીરમાં ગરમ પાણીથી ઇમ્યુનિટી સિસ્ટમ વધે છે.
-ગરમ પાણીમાં લીંબૂ અને મધ મિક્સ કરીને પીવાથી વજન ઘટે છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે છે.
– સવારે ઊઠીને ખાલી પેટે નવશેકું પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. શરીરમાંથી ઝેરી પદાર્થ નિકળી જાય છે.
-ગરમ પાણી પીવાથી સ્કીન હેલ્ધી અને ગ્લો કરે છે. એનાથી પિંપલ્સ અને બ્લેકહેડ્સની સમસ્યા દૂર થઇ જાય છે.
– કિડનીને સ્વસ્થ રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું સવાર સાંજદ નવશેકું પાણી પીવું જોઇએ.
– નવશેકું પાણી પીવાથી હાડકાઓ અને જોઇન્ટ્સના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી માનવામાં આવે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.