નર્મદા: જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ મુક્ત યુવા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની રેલીનું આયોજન જૂની સિવિલ હોસ્પિટલ ખાતેથી RCHO ડો. મુકેશ પટેલે તમાકુ મુક્ત યુવા અભિયાન રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ તમાકુ મુક્ત યુવા અભિયાન રેલીમાં જોડાઈને યુવાનો દ્વારા ગુજરાતને તમાકુ મુક્ત કરવા અંગે પ્રતિજ્ઞા લીધી ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ૨૩ સપ્ટેમ્બર-2024 થી 22 નવેમ્બર-2024 સુધી નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ મુક્ત યુવા અભિયાન 2.Oનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાએથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ મુક્ત યુવા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં RCHO ડો. મુકેશ પટેલે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ અર્બન હેલ્થ પોલીકીનીક જૂની સિવિલ હોસ્પિટલ ખાતેથી તમાકુ મુક્ત યુવા અભિયાન રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ રેલીને તાલુકા પંચાયત નાંદોદ ખાતે સમાપન થઈ હતી. આ રેલીનો મુખ્ય ઉદેશ છે કે, તમાકુના સેવન ઉપયોગ સાથે સંકળાયેલા લોકોને સ્વાસ્થ્ય અને અન્ય જોખમોને ઉજાગર કરી કરવાની અને તમાકુના વપરાશને ઘટાડવા માટે લક્ષિત નીતિઓના અસરકારક અમલીકરણની હિમાયત કરવાની તક આપે છે.
“તમાકુ આપણા સ્વાસ્થ્ય પર્યાવરણ માટે ખતરો” છે, ત્યારે આ અભિયાનનો ઉદ્દેશ્ય તમાકુની ખેતી, ઉત્પાદન, વિતરણ અને કચરાથી થતી પર્યાવરણીય અસરો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ડો. મુકેશ પટેલે જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ મુક્ત યુવા અભિયાન 2.O આયોજન હેઠળ જૂની સિવિલ હોસ્પિટલથી રાજપીપલા શહેરમાં ટોબેકો ફ્રી યુથ 2.O અંતર્ગત 23 સપ્ટેમ્બર-2024 થી 22 નવેમ્બર-2024 સુધી 60 દિવસની ઝુંબેશને સફળ બનાવવા એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
નર્મદા જિલ્લાનો યુવાવર્ગ ધુમ્રપાન/તબાકુથી થતુ નાણાકીય નુકસાન, તમાકુથી થતા નુકસાનો અને ભયંકર બિમારીઓ અને વ્યસન છોડવાના ઉપાયો અંગે રેલી યોજીને જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત રાજયમાં તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા અને રાજ્યમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003ના અમલીકરણ માટે ભારત સરકારના સહયોગથી ગુજરાત રાજ્યમાં વર્ષ 2007-08 થી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. અને તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા શાળા-કોલેજ, શૈક્ષણિક સંકુલની આસપાસ તમાકુની ચિજવસ્તુ વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવી વધુ એક વર્ષ લંબાવ્યો છે.
રેલીમાં જોડાયેલ સૌએ પ્રતિજ્ઞા લીધી હતી કે, મારા કુંટુંબના મારા સગા-સંબધી, ગામ- મહોલ્લામાં તમાકુ, બીડી, સિગરેટથી આરોગ્યને થતા નુકશાન અંગે લોકોને માહિતગાર કરીશ અને મારુ ગામ- મહોલ્લો વ્યસન મુક્ત રહે તે માટેના તમામ પ્રયાસ કરીશ. ગુજરાતને તમાકુ મુક્ત કરવાનાં પ્રવિત્ર ઉદ્દેશ્ય પૂર્ણ કરવા સંપૂર્ણ યોગદાન આપીશ. તમાકુ મુક્ત યુવા અભિયાન 2.O રેલીમાં તમાકુ મુક્તના નારાઓ સાથે જાગૃતિનો સંદેશ આપવામા આવ્યો હતો. જેમાં જિલ્લા એપેડેમીક અધિકારી ડો.આર.એસ.કશ્યપ, જિલ્લા આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ- કર્મચારીઓ, સ્ટાફ નર્સ, સ્થાનિક લોકો રેલીમાં જોડાયા હતા.