• નવરાત્રીના નવે નવ દિવસે રોજ નવા ટ્રેડિશનલ ડ્રેસ ભાડે આપવાનો મોટો બિઝનેસ : બજારમાં અવનવી ડીઝાઇનની ચણિયાચોળીનો ખજાનો

માં અંબા ની આરાધના પર્વ નવરાત્રી ના આગમનની જોર શોર થી તૈયારીઓ ચાલી રહી છે. પ્રાચીન ગરબીઓના ધર્મમય માહોલની સાથે સાથે અર્વાચીન ડાંડિયારાસ ની રમઝટ માટેની તૈયારીઓને અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે પ્રાચીન ગરબીઓ માં નાની બાળાઓની ટ્રેનિંગ અને ડિસ્કો ડાંડીયામાં આયોજકો દ્વારા વિશાળ લાઈટ ડેકોરેશનના સમીયાણાને પ્રખ્યાત સિંગર અને ઓરકેસ્ટ્રા ના ભપકાદાર આયોજન સાથે સીઝન પાસ નું માર્કેટ ધમધમી રહ્યું છે ,ત્યારે નવરાત્રી ના નવા નવ દિવસે રોજ નવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસ ગરબા માં વટ પાડવાના વધતા જતા જુવાનિયાઓના ક્રેઝ વચ્ચે ચણિયાચોળી ભાડે આપવાનો બિઝનેસ પણ ભારે જમાવટ લઈ ચૂક્યો છે.

પ્રાચીન અને અર્વાચીન રસોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ખેલૈયાઓ ડાંડિયારાસ રમવા આવે તે માટે ના પ્રોત્સાહનના ભાગરૂપે અનેક અર્વાચીન રસોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસ માટે ફ્રી એન્ટ્રી જેવી પ્રોત્સાહક સ્કીમો રાખવામાં આવે છે નવરાત્રીમાં બહેનો માં ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાના વધતા જતા ક્રેઝમાં યુવાનો પણ શા માટે પાછળ રહે યુવાનો દ્વારા માલધારી ડ્રેસ કાસાબંધી કડિયા ચોરણી માથે ફળિયા અને ઝભ્ભા સલવાર ડ્રેસ તો ક્યાંક શેરવાની ડ્રેસ પહેરીને દાંડીયારાસ રમવા ની ફેશન ને લઈને ભાડેથી ચણિયાચોળી અને ડ્રેસ આપવાના વ્યવસાયમાં પણ ભારે તેદી આવી છે બજારમાં ₹50થી લઈ 500 અને 2000 રૂપિયા સુધીના ભાડાથી ચણીયા ચોળી ડ્રેસ અને ટ્રેડિશનલ વીર ભાડેથી આપવાનો ધંધો ધંધો કાર ચાલી રહ્યો છે બજારમાં 400 થી વધુ પ્રકારના ચણિયાચોળી સહિતના ડ્રેસ મટીરીયલ રેટ પર આપવામાં આવી રહ્યા છે નવરાત્રી પૂર્વે અત્યારે બજારમાં નવા ડ્રેસ મટીરીયલ અને ચણિયાચોળીની ખરીદી સાથે ભારેથી ડ્રેસ માટે પણ જોર સોર થી બુકિંગ થઈ રહ્યું છે રોજે રોજ નવા નવા ડ્રેસ પહેરીને રાસ ગરબામાં વટ પાડવાના ખેલૈયાઓના અભરખાઓથી નવા ડ્રેસ અને ભાડેથી આપવામાં આવતા ટ્રેડિશનલ ડ્રેસિંગ માટે લગભગ મોટાભાગે બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે.

વિશાળ રેન્જમાં ટ્રેડિશનલ વસ્ત્રોનો ખજાનો: મોનિક ગોકાણી

અબતક સાથેની વાતચીતમાં અરુણા સિલેક્શનના મોનિક ગોકાણીએ જણાવ્યું હતું કે હું છેલ્લા 32 વર્ષથી વસ્ત્રો ભાડે આપવાનો બિઝનેસ કરું છું  દર વર્ષે નવીન આઈટમો બજારમાં મુકું છું જેમાં મહિલાઓ પુરુષો અને બાળકો માટે વિશાળ રેન્જમાં વિવિધ વેરાયટીઓમા વસ્ત્રો ઉપલબ્ધ છે આ વખતે પ્લેન ચણીયા ચોલી નો વધારે ક્રેઝ છે આ ઉપરાંત એન્ટિક, સ્ટ્રગવાળા રંગબેરંગી દુપટ્ટા સાથે ચણિયાચોળી ઉપલબ્ધ છે તથા પુરુષો માટે થ્રી પી સ ફોર પીસ 5 પીસ અને સિક્સ પીક્સ કેડિયા ની વધારે માંગ છે આ ઉપરાંત ટોપી પાઘડી છત્રી પણ વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત અમારા સિલેક્શનમાં નવરાત્રી માટે પેકેજ પણ આપવામાં આવે  વ્યાજબી ભાવે પેકેજ મળી રહેશે. અરુણા સિલેક્શન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ નિર્મલા રોડ સોનાલી પાઉભાજી ની સામે આવેલ છે .

ઝમકુડી અને અજરકના વસ્ત્રોની સવિશેષ માંગ: સોનલબેન

અબતક સાથેની વાતચીતમાં સોનલબેન એ જણાવ્યું હતું કે છેલ્લા 10 12 વર્ષથી મોહી શોપિંગ કરવા આવું છું અહીંનું કલેક્શન ખૂબ જ સુંદર હોય છે અને આ કલેક્શન મને વધારે પસંદ છે જેમાં દર વર્ષે વિવિધ વસ્ત્રોની સવિશેષ માંગ હોય છે ત્યારે આ વખતે ઝમકુડી અજરખ સહિતની અવનવી આઈટમો બજારમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવે વિવિધ આઈટમો મળી રહે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.