ડાંગ: આગામી તા.29મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાની મુલાકાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત પધારી રહ્યા છે. જેમના સૂચિત કાર્યક્રમ સંદર્ભે યજમાન સંસ્થા તથા જિલ્લા વહીવટી તંત્રએ કાર્યક્રમને આનુસાંગિક કામગીરી હાથ ધરી છે. રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ, SRK નોલેજ ફાઉન્ડેશન, અને પ્રયોશા પ્રતિષ્ઠાન આયોજિત ‘હનુમંત પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવ’ના કાર્યક્રમમા તા. 29 મી સપ્ટેમ્બરે, ડાંગ જિલ્લાના સૂપદહાડ ગામે આકાર પામેલા હનુમાનજીના મંદિરના લોકાર્પણ સમારોહ માટે પધારનાર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, સુપદહાડ બાદ માલેગામ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમા ઉપસ્થિત રહી, આશીર્વચન પાઠવશે.

03 6

રાજયપાલના આ સૂચિત કાર્યક્રમ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રે કરવાની થતી આનુસાંગિક વ્યવસ્થા સંદર્ભે, ડાંગ કલેકટર મહેશ પટેલની રાહબરી હેઠળ, સબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને યજમાન સંસ્થાના પી.પી.સ્વામીજીના સાનિધ્યે, એક બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમ સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા હાથ ધરી, ઉચ્ચ અધિકારીઓની ટીમે, કાર્યક્રમના સ્થળોની જાત મુલાકાત લઈ, આયોજકોને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.

04 7

ત્યારે અહી ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા માતા શબરી અને પ્રભુ રામ તથા ભ્રાતા લક્ષમણજીની ચરણરજથી પાવન થયેલી દંડકારણ્યની આ પાવન ભૂમિ ઉપર વસતા આદિવાસી સમાજની સામાજિક ચેતના માટે ‘ડાંગ પ્રયાગ, હનુમાન યાગ’ નામક ‘હનુમાન યજ્ઞ’ શરૂ કરાયો છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના 311 ગામોમા હનુમાનજીના મંદિર બનાવવાનુ યજ્ઞ કાર્ય આરંભાયુ છે. આ કાર્યનુ 101 મુ મંદિર, સુપદહાડ ખાતે તૈયાર થયુ છે. જેના લોકાર્પણ સમારોહમા રાજ્યપાલ ડાંગની ભૂમિ ઉપર પધારી રહ્યા છે. આ કાર્યક્રમમા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે સર્વ રાકેશ દૂધાત, લાલજી પટેલ, અને મનહર સાંસપરા સહિત, 311 મંદિરના નિર્માણ યજ્ઞના સંકલ્પકર્તા એવા ગોવિંદ ધોળકીયા, અને પ્રેરણામૂર્તિ પી.પી.સ્વામીજી પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.