- સાજન મેરા ઉસ પાર હૈં, મિલને કો દિલ બેકરાર હૈં….
- ‘પાકિસ્તાન જવા પાસ ક્યાંથી મળશે?’ યુવાને બસ સ્ટેશન ખાતે સવાલ પૂછતાં જ ખાવડા પોલીસને જાણ કરાઈ
સાજન મેરા ઉસ પાર હૈં, મિલને કો દિલ બેકરાર હૈં… આ પંક્તિ લ માફક જ કાશ્મીરનો એક પાગલ પ્રેમી કરાચીની યુવતીને મળવા કાશ્મીરથી કચ્છ આવ્યો હતો. કચ્છની ખાવડા બોર્ડરથી પાકિસ્તાન જવા માંગતો કાશ્મીરી યુવક ખાવડાના બસ સ્ટેશન પાસે સ્થાનિક પોલીસના હાથે પકડાઈ ગયો હતો. યુવકના વતનમાં ખરાઈ કર્યા બાદ માનસિક અસ્થીર હોવાનુ જણાઇ આવતા વતન મોકલવામાં આવ્યો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ, કાશ્મીરનો ઇમ્તિયાઝ શેખ નામનો યુવાન ખાવડાના બસ સ્ટેશન પાસે હતો ત્યાંથી પસાર થયેલી પોલીસને શંકાસ્પદ વર્તણુક જણાઈ આવતા પૂછપરછ કરાઈ હતી.જેમાં તે કાશ્મીરનો હોવાનું અને પાકિસ્તાન જવા માંગતો હોવાનું રટણ કરતો હતો જેથી પોલીસ સ્ટેશને લઈ આવી પૂછપરછ કરતાં સામે આવ્યું કે, આ યુવાનને કોઈએ એવું કહ્યું હતું કે ખાવડાથી પરમિશન લઈને પાકિસ્તાન જવાય છે જેથી તે અહીં આવ્યો હતો તેની પાસે મળેલા મોબાઇલમાં પણ તપાસ કરાઈ હતી. તે પાકિસ્તાનમાં તેની પ્રેમિકાને મળવા જવા માંગતો હોવાનું રટણ કરતો હતો.પોલીસ દ્વારા બીએસએફ તેમજ સેન્ટ્રલ આઇબી સહિતનાઓને જાણ કરાઈ હતી. એજન્સીઓ દ્વારા પૂછપરછ કરાઈ તેમજ જમ્મુ કશ્મીરમાં પોલીસનો સંપર્ક કરી તપાસ કરાવતા કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો ન હતો.
પોલીસની એક ટીમ તેના ઘરે તપાસ કરવા ગઈ હતી. જ્યાં પરિવારજનોનો પણ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી.પરિવારથી વાત કરતા યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું અને અવારનવાર આ પ્રમાણે વર્તન કરતો હોવાનું જણાવ્યું હતું.ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કર્યા બાદ સામેવાળી વ્યક્તિ પોતાને લાઈક કરતા હોવાનું પોતાની જાતે જ માનીને સાયકો જેવું વર્તન કરતો હતો. પૂછપરછમાં કંઈ શંકાસ્પદ ન મળી આવતા તેને ભુજ મોકલાવી અહીંથી તેના વતન મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.