- સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાત ઈંચ જયારે અમરેલીના લીલીયામાં
- તેમજ સુરત અને વડોદરામાં ઘોધમાર સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
- આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના
ગુજરાતમાં બફારા અને તાપની સ્થિતિ વચ્ચે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. વિદાય ટાણે જ મેઘાનો પાછોતરો પ્રચંડ પ્રહાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાત ઈંચ વરસાદ નોંધાયો છે. તો સુરત અને બરોડામાં પણ મેઘરાજાની ફરી સવારી જોવા મળી હતી. જેમાં બંને શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે અમરેલીના લીલીયામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ , તો નવસારી અને જેતપુર પાવી માં ત્રણ ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો.ગુજરાતમાં અત્યંત બફારા વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે તો હજુ પણ કેટલાક જિલ્લાઓમાં આગામી ચાર દિવસ વરસાદની શક્યતા છે. એને પગલે ગુજરાતવાસીઓને ભયંકર બફારામાંથી રાહત મળશે. જોકે, બીજી તરફ નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે જ વરસાદનો રાઉન્ડ આવતા વરસાદે નવરાત્રિના આયોજકોની ચિંતા વધારી દીધી છે. ગઈકાલે સુરત, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના લીલીયા, સુરત શહેર, વડોદરા, અને નવસારીમાં પણ ત્રણ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. હજુ આગામી ચાર દિવસ વરસાદની શક્યતાં છે. રાજ્યમાં સીઝનનો એવરેજ 128 ટકા વરસાદ વરસ્યો છે.આજે 26મી તારીખે ડાંગ, નવસારી, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ તો નર્મદા, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે. તો બીજી તરફ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શિયરઝોનના કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની વરસશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના છે.26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ હવામાન વિભાગે બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા,
છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી પણ કરી છે. અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
રાજકોટમાં મધરાતે વીજળીના કડાકા ભડાકા સાથે વધુ એક ઈંચ વરસાદ
રાજકોટમાં મધરાતે વીજળીના કડાકા ભડાકા સાથે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરની વાત કરવામાં આવે તો, સેન્ટ્લ ઝોનમાં 20 મીમી વરસાદ સાથે કુલ 1278મીમી જયારે વેસ્ટ ઝોનમાં વધુ 12 મીમી સાથે કુલ 1200 મીમી અને ઇસ્ટ ઝોનમાં વધુ 23 મીમી સાથે
સિઝનનો કુલ 951 મીમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી પણ આજે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે.