- ક્રેનનું બેલેન્સ બગડતા મશીન નીચે પટકાયું
- સદનસીબે કોઈ જાનહાનિ નહીં
સુરત: લસકાણા ખાતે આવેલી એક ઇન્ડસ્ટ્રીઝમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એમ્બ્રોડરીનું મશીન ત્રીજા માળે ચડાવતી વખતે ક્રેનનું બેલેન્સ બગડતા એમ્બ્રોડરી મશીન ત્રીજા માળેથી નીચે પટકાયું હતું. અંદાજિત 15 લાખની કિંમતનું આ મશીન નીચે પડતા ભારે નુકસાની થઈ હતી, તેમજ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આ વિશે વિગતે વાત કરવામાં આવે તો, ટેક્સટાઇલ સીટી સુરતમાં કાપડ માર્કેટ ને લગતા ભારે ભરખમ મશીન મૂકવામાં આવતા હોય છે. તેમાય ખાસ કરીને એમ્બ્રોઇડરી મશીન મોટા પ્રમાણમાં સુરતમાં મુકવામાં આવ્યા છે મોટા મશીન ચડાવવા માટે ક્રેનો ની જરૂર પડતી હોય છે. ત્યારે આ પ્રકારના મશીન ચલાવતી વખતે અનેક વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે ત્યારે તેવી જ એક ઘટના સુરતના લસકાણા ખાતે આવેલી સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં બની હતી
જેમાં સુરતના લસકાણા ખાતે આવેલી સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝ નામના એમ્બ્રોડરીના કારખાના માં ત્રીજા માળ પર ભારે ભરખમ એમ્બ્રોડરી મશીન ચડાવવામાં આવી રહ્યું હતું. આ મશીન માટે બે ક્રેનો બોલાવવામાં આવી હતી. તેની મદદથી કારખાના ત્રીજા માળે આભાર એ મશીન ચડાવાઈ રહ્યું હતું મશીન ચડાવતી વખતે અચાનક જ એક ક્રેન નું બેલેન્સ બગડ્યું હતું. જેથી ભારે મશીન સીધું જ નીચે પટકાયું હતું.. કારખાના ના માલિક અંદાજિત 15 લાખનું આવતું આ મશીન નવું જ ખરીદી કરીને લાવ્યા હતા હવે આ મશીન નીચે પડતા મોટું નુકસાન થયું હતું એમ્બ્રોડરી મશીન પડવાની ઘટનાને પગલે. આસપાસના તમામ ખાતાઓમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો.
ભાવેશ ઉપાધ્યાય