જુનાગઢ: હિન્દુ ધર્મમાં જ્યારે માનવનું મૃત્યુ થાય છે ત્યારે તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પ્રાણીઓના મૃત્યુ બાદ તેના મૃતદેહના નિકાલ માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગેસ ભઠ્ઠી બનાવવામાં આવી છે. આ ગેસ ભઠ્ઠીમાં પ્રાણીઓના મૃતદેહનો બે થી ત્રણ કલાકમાં નિકાલ થાય છે.મૃત પ્રાણીઓના મૃતદેહના નિકાલ માટે હાલ આ ગેસ ભઠ્ઠીમાં ગેસના બાટલાનો ઉપયોગ કરવામાં આવે છે. એક પ્રાણીના મૃતદેહના નિકાલ માટે 2 થી 3 કલાકનો સમય લાગે છે જેનો અંદાજે ખર્ચ 3000 રૂપિયા જેટલો થાય છે. એક મૃત પશુના દેહનો અગ્નિદાહથી નિકાલ કરવામાં 2 થી  3 કલાક જેટલો સમય લાગે છે. દરરોજના 7 થી 8 પશુના મૃતદેહનો નિકાલ થઈ શકે છે. આ ગેસ ભઠ્ઠીમાં પશુના તમામ અંગોનો સંપૂર્ણ પણે નિકાલ થઇ જાય છે.

આ રીતે પ્રાણીઓના મૃતદેહનો અગ્નિદાહથી નિકાલ કરનાર જૂનાગઢ મહાનગરપાલિકા રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે. અગાઉ શહેરના ઈવનગર ખાતે આવેલી ડમ્પીંગ યાર્ડ પાસે મૃત પ્રાણીઓનો નિકાલ કરવામાં આવતો હતો.અને મૃત્યુ પામેલા પ્રાણીઓના મૃતદેહને જમ્પીંગ ફાઇટ નજીક ખાડો કરી તેમાં મીઠું નાખી દફનાવવામાં આવતા હતા. જેને લઇ ઘણી વખત ડમ્પીંગ સાઈડ આસપાસ રહેતા સ્થાનિક લોકોને મુશ્કેલી ભોગવવી પડતી હતી. ત્યારે મૃત પ્રાણીઓની દુર્ગન્ધથી લોકો રોગચાળા થવાનો ભય પણ રહેતો હતો. તેમજ અગાઉ જે પ્રમાણે મૃત પ્રાણીઓના મૃતદેહનો નિકાલ કરાતો જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થતું હતું.

ત્યારે પ્રાણીઓના મૃતદેહનાં નિકાલ માટેની બનાવવામાં આવેલી આ ગેસ ભઠ્ઠીની 3 વર્ષ માટે મેન્ટેનન્સની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં જૂનાગઢમાં જે રીતે પ્રાણીઓના મૃત્યુ થાય છે તેને જોતાં બીજી ભઠ્ઠી પણ આ જ જગ્યાએ બનાવવામાં આવશે. ત્યારે હાલ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલી આ ગેસ ભઠ્ઠીથી બજરંગ દળ ,વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌ પ્રેમીઓ તેમજ પશુ પ્રેમીઓ મહાનગર પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યા છે.

આ અંગે વાતચિત કરતા વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત હિરેન રૂપારેલિયાએ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ શહેરમાં પશુની સારવાર માટે દિવસ રાત તો મહેનત કરે છે.શહેરમાં જ્યારે કોઈ પશુ મૃત્યુ પામ્યું હોય ત્યારે પણ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ કામગીરી કરતું હોય છે. અત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પશુનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃત પશુઓના નિકાલ માટે એક ભઠ્ઠી બનાવવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત પ્રાણી મૃતદેહ ના નિકાલ માટે આ ભઠ્ઠી બનાવવામાં આવી છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

ચિરાગ રાજ્યગુરુ 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.