- 484 બોટલ દારૂ સાથે જસદણના લાખાવાડ ગામના બુટલેગર ઝડપાયો, વીંછીયાના સપ્લાયર સહિત બેની શોધખોળ: 2.57 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ શહેરમાં ત્રણ સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં આંબેડકરનગર અને કાળીપાટ ગામે પીસીબી દ્વારા જ્યારે રામનાથ પરામાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂપિયા 58,400 ની કિંમતના 594 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે ત્યારે નાશે છૂટેલા બે શખ્સની શોધખોળ હાથ ધરી છે.વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દારૂ અને જુગાર ની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝા એ આપેલી સૂચનાને પગલે પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે જસદણ તાલુકાના લાખાવડ ગામનો પ્રકાશ પૂર્વે પલુ દીપક ખીમસુરીયા નામનો શખ્સ જી જે 13 ભલ 3494 નંબરની ળફિીશિં તૂશરિં કારમાં વિદેશી દારૂની ડિલિવરી કરવા આવી રહ્યાની એએસઆઈ મયુરભાઈ, હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ અને કોન્સ્ટેબલ હિરેનભાઈ ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ.જે. હુણ ,પી.બી. ત્રાજિયા સહિતના સ્ટાફે કાળીપાટ ગામ નજીક હોત ગોઠવી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતી આવતી કારને અટકાવી તલાસી લેતા રૂપિયા 48000 ની કિંમત 480 બોટલ સાથે પ્રકાશ ઉર્ફે પલ્લુ ખીમસુરીયા ની ધરપકડ કરી કાર મોબાઈલ અને દારૂ મળી ₹2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ઝડપાયેલા સામે આજીડેમ ,ભાડલા,મોરબી, વાંકાનેર અને અમરેલી ગ્રામ્ય પોલીસ મથકના ચોપડે દારૂના અને ચોરીના ગુનામાં ચડી ચૂક્યો છે તેમજ ઝડપાયેલ શખ્સ પૂછપરછમાં દારૂનો જથ્થો વિછીયા તાલુકાના મોટા માત્રા ગામનો ઈશ્વર ઉર્ફે ઈશો બાવળીયા નામના શખ્સે મોકલ્યો હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે.શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગર 10/08 ના કોર્નર પર રહેતો રમેશ લાલજી ડાંગર નામના શખ્સે પોતાના ઘરે વિદેશી દારૂ છુપાવ્યું હોવાની પી.સી.બી. ના કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર ને મળેલી બાતમીના આધારે એએસઆઈ એમ એમ પાલરીયા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂપિયા 4400 ની કિંમતની 44 બોટલ વિદેશી દારૂની સાથે રમેશ લાલા ડાંગર ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
રામનાથપરામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર
શહેર રામનાથપરામાં આરોગ્ય કેન્દ્રની સામે કોઠારીયા નાકા નજીક એ ડીવીજન પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની 10 બોટલ જેની અંદાજિત કિંમત 5000 સાથે એક બુટલેગરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રામનાથપરા આરોગ્ય કેન્દ્રની સામે જાહેરમાં દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 10 બોટલ મળી રૂ. 5000નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો જયારે દરોડા દરમિયાન અજય મનસુખ બારૈયા નાશી છૂટ્યો હતો નાશી છૂટેલા આરોપીની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.