ભુત, ચુડેલ ડાંકણ, આત્માનું અસ્તિત્વ હોવાની વાત આ સદીમાં કરવામાં આવે તો ભાગ્યે જ કોઇ હશે જેને વિશ્વાસ આવે પરંતુ જો એમ કહેવામાં આવે કે દુનિયામાં એક એવું ગામ છે જ્યાં ચુડેલો જ રહે છે તો તેને માનવું કેટલું યોગ્ય હશે? કોઇ પણ આ વાતને સહેલાઇથી ખોટી પાડી શકે છે….! પરંતુ હકિકતમાં એવું છે કે આફ્રિકાનાં ઘાનામાં ચુડેલોનું ગામ છે જ્યાં 1000થી પણ વધુ ચુડેલોનો વાસ છે. આ વાતની પુષ્ટી કરવા અનેક ફોટોગ્રાફરોએ પણ તેને કેમેરાની આંખે કેદ કરી છે. આટલું જાણીને આ વાત પર વિશ્વાસ જરૂર આવશે.

આફ્રિકા મહાદ્વીપનું નાનકડું શહેર ઘાના અને ઘાનાં ૬ ગામ એવા છે જ્યાં ચુંડેલો રહે છે. એટલે એ ગામને ચુડેલોનાં ગામ તરીકે જ ઓળખવામાં આવે છે.

જો ચુડેલો વિશે વાત કરીએ તો પહેલો પ્રશ્નએ થાય કે આ ચુડેલોનું અસ્તિત્વ આવ્યું ક્યાંથી ખરેખર વાત એમ છે કે અંધશ્રધ્ધા કહો કે પરંપરા કામમાં કોઇપણ છોરકી કે મહિલાનો પતિ, બીમારી, દુર્ઘટના, સાંપના ડંસ કે પછી નદીમાં ડૂબી જવાથી અથવા તો અકુદરતી મોત થાય છે ત્યારે તેની પત્નિને ચુંડેલ તરીકે જાહેર કરે છે. આવી વિધવાઓને પરિવાર અને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે છે. અને તેઓને એક એક અલગ ગામમાં રાખવામાં આવે છે જે ગામને ચુંડેલોના ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યું હોય છે.2 22

ભાવિ મહિલાઓને ત્યાં રહેવા માટે મજબુર કરવામાં આવી હોય છે. અને આ કારણી સમાજથી પરિવારથી વિખુદી પડીને રહેતી હોય તેવી 1000થી વધુ ચુકેલો જુદા-જુદા ૬ ગામ છે.

આ પ્રકારની ઘટના ઘટવાનું કારણ જોઇએ તો ઘાના ખુબ ગરીબ અને પછાત દેશ હોવાથી ત્યાંના લોકોમાં પણ અશિક્ષિત છે ત્યારે ત્યાં અંધશ્રધ્ધા, તંત્ર વિદ્યાનું પ્રમાણ વધ્યુ છે. વાત વાતમાં લોકો અંધશ્રધ્ધામાં ભોળવાઇ જાય છે. અને તેવું કરવા પ્રેરાઇ છે ત્યારે આ ચુડેલોનાં છ ગામ તેનું વિકૃત પરિણામ છે આ વાત પર વિશ્વાસ મુકવોએ એક વિકટ ઘટના છે કે સ્ત્રીઓ પર અંધશ્રધ્ધાના નામે આટલો જુલમ થાય છે. ત્યાંની સરકાર દ્વારા પણ આ અંધશ્રધ્ધાને દૂર કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ તેનું કંઇ યોગ્ય પરિણામ મેળવવામાં અસફળ રહી છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.