Rajkot : શહેર તથા જિલ્લામાં અતિવૃષ્ટિ પછી તૂટી ગયેલા અનેક રસ્તાઓનું હાલ રિપેરિંગ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર દેવાંગ દેસાઈના આદેશ મુજબ, મહાનગરના વિવિધ વિસ્તારોમાં ખાડા-ગાબડા પૂરીને રસ્તાઓને સમથળ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

રાજકોટ

આ સાથે રસ્તા રિપેરિંગની કામગીરી અંતર્ગત મહાનગરમાં છેલ્લા 2 દિવસમાં 114 જેટલા ખાડા-ગાબડા પૂરીને રોડ સમથળ કરવામાં આવ્યા છે. તેમજ વિવિધ ઝોનમાં આ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે. 23મી સપ્ટેમ્બરે રાજકોટમાં કાલાવડ રોડથી મોટામવા સ્મશાન રોડ સુધીમાં 27 ખાડા-ગાબડા પુરાયા છે. આ સાથે મોટા મવા સ્મશાન સામેના રોડ પર 10 જેટલા ખાડા-ગાબડાઓ, શિવ સેલ્સ એજન્સી તથા જય દ્વારકાધીશ ટી સ્ટોલ સામે 7 ખાડાઓ, જ્યારે HDFC બેન્ક સામે 10 જેટલા ખાડાઓનું પુરાણ કરીને રોડ સમથળ બનાવવામાં આવ્યા છે.

 

જ્યારે 24મી સપ્ટેમ્બરે રાજકોટમાં કુલ મળીને 87 જેટલા ખાડા-ગાબડાનું સુવ્યવસ્થિત પુરાણ કરીને રોડ સમથળ બનાવવામાં આવ્યા છે.  આ સાથે મહાનગરના રસ્તાઓ સમથળ બનતાં વાહનચાલકો રાહત અનુભવી રહ્યા છે. મળતી માહિતી મુજબ,આ કામગીરી હજુ પણ ચાલી રહી છે.

રાજકોટ 3

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.