• રાશનકાર્ડમાં ઈ-કેવાયસી અંગે આકસ્મિક ચકાસણી કરી નાગરિકો સાથે સંવાદ કર્યો

ગીર સોમનાથના જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ઈણાજ ખાતે E-KYC સેન્ટરની આકસ્મિક મુલાકાતે પહોચ્યા હતા. લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ E-KYC અંગેની પ્રક્રિયા વિશેની જાણકારી મેળવી તે અંગે પડતી મુશ્કેલીઓ અને તે માટેના ઉપાયોની ચર્ચા કરી હતી. તેમજ તેઓએ E-KYC માટે ઉપસ્થિત કર્મચારીઓને નાગરિકોને અગવડતા ન પડે તે અનુસાર સુનિયોજિત આયોજન કરવા સૂચના આપી હતી.

WhatsApp Image 2024 09 25 at 08.28.12 342bcc43

ત્યારે અહી ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં રાશન કાર્ડમાં E-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લાની ગ્રામ પંચાયત ખાતે VCE દ્વારા E-KYC કરાવવામાં આવે છે ત્યારે જિલ્લા કલેકટર, અધિક નિવાસી કલેકટર, જિલ્લા પ્રાથમિક અધિકારી સહિતના અધિકારીઓએ ઇણાજ પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં અધ્કારીઓએ રાશનકાર્ડમાં E-KYC કામગીરી તેમજ કામગીરીમાં આવતી મુશ્કેલીઓ અંગે પ્રાથમિક માહિતી મેળવી હતી અને E-KYC કરાવવા આવેલા નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. આ તકે ત્યાં ઇણાજ ગામના સરપંચ, ઈણાજ શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અતુલ કોટેચા 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.