- નગરપાલીકાના પુર્વ પ્રમુખ સાથે થઈ હતી બોલાચાલી
- છરી બતાવી મારવાની આપી હતી ધમકી
- વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની ટીમની સરાહનીય કામગીરી
Verval : વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકાના પુર્વ પ્રમુખ સાથે મારામારી કરનાર આરોપીઓને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની ટીમે પકડી પાડ્યા છે.
જુનાગઢ રેન્જ IG નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર તરફથી જીલ્લામાં શરીર મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા અને આવા બનાવોના આરોપીઓને તાત્કાલિક અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.
ગઇ તા.20-09-2024ના રોજ રાત્રીના 9 વાગ્યે 57 વર્ષીય પીયુષ ખીમજી ફોફંડી વેરાવળના રહેવાસી રાજેન્દ્રભુવન રોડથી યોગ મંદિરએ જતા હતા તે દરમ્યાન આરોપીઓ રસ્તામા પોતાનુ મોટર સાયકલ આડુ રાખેલ હોય જેથી આ કામના ફરીયાદીએ રસ્તામાથી મોટર સાયકલ હટાવી લેવાનુ કહેતા આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરીને ઝગડો કર્યો હતો. આ ઉપરાંત છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. જેથી આ કામના આરોપીઓની તાત્કાલીક અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર એચ. આર. ગોસ્વામીની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ ટાવર પોલીસ ચોકીના ઇન્ચાર્જ પો.સ.ઇ. કે.એન.મુછાળ તથા પોલિસ સ્ટાફનાઓએ ત્રણેય આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ :
(1) પ્રથમ આરોપી 26 વર્ષીય ફેઝલ ઉર્ફે ફેઝુડો કાળુશા શાહમદાર ફકીર. જે હાલ વેરાવળ મકબુલ પાનની ગલીમા મુળ રહે છે. અને મજૂરી કાર્ય કરે છે. તેમજ આ આરોપીની વિરૂધ્ધમાં અગાઉ મારામારી તથા પ્રોહીબીશનના કુલ-12 અલગ અલગ ગુન્હાઓ વેરાવળ સીટી પો.સ્ટે.મા દાખલ થયેલ છે.
(2)બીજો આરોપી 30 વર્ષીય શારૂખ કાળુશા શાહમદાર ફકીર જે પણ મજુરી કામ સાથે જોડાયેલ છે અને મફતીયાપરામાં રહે છે. આ આરોપીની વિરૂધ્ધમાં અગાઉ મારામારીના કુલ-05 ગુન્હાઓ દાખલ થયેલ છે.
(3)ત્રીજો 22 વર્ષીય આરોપી વિશાલ દેવાદાન સીંધવ જે હાલ નોકરી કરે છે. તેમજ હરસીધ્ધી સોસાયટી વેરાવળમાં રહે છે.
કામગીરી કરનાર અધીકારી-કર્મચારીઓ :
પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી, પો.સબ.ઇન્સ. કે.એન.મુછાળ, સર્વલન્સ પો.સ્ટાફ તથા ટાવર ચોકી પો.સ્ટાફ અને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આરોપીણે પકડવા જહેમત ઉઠાવી હતી.