• બે વર્ષમાં પાંચ કરોડનો મુદામાલ  સીઝ કરી બે કરોડની પેનલ્ટી વસુલી
  • મામલતદાર અડધી રાત્રે કામ કરતા હોવાથી ખાણ-ખનીજ તંત્ર દોડતું થયું

ઉપલેટાના મામલતદાર મહેશ ધનવાણી મામલતદાર ને બે વર્ષ  થવા આવ્યા છે. ત્યારે   બે વર્ષમાં જે  કામ ખાણ ખનીજ ખાતાએ કરવું જોઈએ તેની ફરજના ભાગ રૂપે પણ પૈસાને પરમેશ્ર્વર માની આંખ આડા કાન ભૂમાફીયાઓને આડકતરી રીતે   આઝાદ રાખી રહ્યા છે. ત્યારે મામલતદાર મહેશ ધનવાણી અડધી રાતે ખનીજ ચોરી પકડી  ભૂ માફીયાઓને ચેલેન્જ આપે છે બે વર્ષમાં ઉપલેટા પંથકમાં ભૂમાફીયાઓની કમર ઢીલી કરી નાખી પાંચ કરોડથી વધુનો મુદામાલ સીઝ  કરી બે કરોડ જેવો દંડ સરકારમાં જમા કરાવી સરકારની  તીજોરી  ભરવામાં મદદ કરી છે.

ઉપલેટા પંથકમા ત્રણ મોટી નદીઓ મોજ, વેણી અને  ભાદર પસાર થઈ રહી છે આ તમામ નદીમાં  50 કી.મી.ની ત્રીજીયામાં સમાવેશ થાય છે. ત્યારે ગેર કાયદેસર ખનીજ ચોરી કરતા ભૂમાફીયાઓ માટે આ ત્રણેય નદીઓ સ્વર્ગ સમાન માનવામાં આવે છે. આ ત્રણેય નદીમાં દરરોજ હજારોની રેતીનું ખનન થઈ રહ્યું છે.  ભૂ માફીયાઓ પણ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવા છેક ગાંધીનગર સુધી પ્રસાદ પહોચાડી આઝાદી મેળવી રહ્યા છે. આવા ગેરકાયદે રેતીના ધંધામાં કયાક રાજકીય માથાઓ પણ પોતાના હાથ કાળા  કરી ચૂકયા છે. અને ખેડુતોની હાય લઈ રહ્યા છે. ત્રણેય નદીમાં પાંચથી સાત ફૂટ રેતી ભરેલી હોય છે તેની જગ્યાએ આ ત્રણેય નદીમાં આજે પથ્થર દેખાઈ રહ્યા છે.

રેતી ન હોવાથી નદીના પાણી સહેલાઈથી દરીયાઈ માર્ગે વહી જાય છે. એક દાયકા પહેલા આ ત્રણેય નદીકાંઠાના વિસ્તારનાં ખેડુતો બાર માસ પાણી ખેડુતને  મળતુ પણ રેતી ભૂમાફીયાઓ વેચી મારતા આજે ખેડુતો એક સીઝનને પાણી મળવું મુશ્કેલ બન્યું છે.  ભૂમાફીયાઓ પોતાની દાદાગીરી અને રાજકીય ઓથને કારણે અધિકારીઓને પણ ગાંઠતા નથી ખેડુતો સાથે મારામારી અધિકારીઓને ધમકાવવા એકલ દોકલ અધિકારી આવા  શખ્સો સામે કાર્યવાહી પણ કરી શકતા નથી આ ખનીજ ચોરી અટકાવવા જેની જવાબદારી ગણાય છે. તે ખાણ ખનીજ ખાતુ કુભકર્ણની નિંદ્રામાં કાયમી હોય છે.  અને ભૂમાફીયાઓની પ્રસાદીને કારણે આંખ આડા કાન કરી રહ્યા છે. આવા સમયે ઉપલેટાના  મામલતદાર મહેશ ધનવાણી કોઈપણ   વ્યકિતની સાળીબાર રાખ્યા વગર ભૂ માફીયાઓ સામે  અરધી રાત્રે પણ કાર્યવાહી કરી ખનીજ ચોરોને ચેલેન્જ આપી રહ્યા છે. બે વર્ષના કાર્ય દરમ્યાન પાંચ કરોડથી વધુ રકમના  મુદામાલ સીઝ કરી પોલીસોને સોપી આપેલ તેમજ  બે કરોડ જેવી રકમ દંડ પેટે વસુલાવી સરકારમાં જમા કરાવાની ફરજ ભૂમાફીયાઓને પડેલ

રોયલ્ટી ન ભરી સરકારને નુકશાની કરે છે

ભૂમાફીયાઓ દ્વારા નાગવદર, ગધેથર,  મેખાટીયબી નાગવદર વચ્ચે ભાયાવદર પંથકની નદીમાં ગેરકાયદે રીતે રેતી કાઢી બારોબાર આ રેતી વેચી કરોડો રૂપીયાની રોયલ્ટી ચોરી કરી સરકારની   તીજોરીને નુકશાન કરી રહ્યા છે.

ખનીજ ચોરો 24 કલાક મામલતદારની વોચમાં: છતા ચેલેન્જ

ખનીજ ચોરી કરતા શખ્સો મામલતદાર મહેશ ધનવાણીની 24 કલાક વોચમાં હોય છે. મામલતદારની અવર જવર સતત વોચ રાખી બેસી રહ્યા હોય છે. છતા ખનીજ ચોરોને ચેલેન્જ આપી લાખો રૂપીયાની ખનીજ ચોરી ઝડપી પાડવમાં સફળ થયા છે.

ખનીજ ચોરોના કયા કયા અડીંગા

મામલતદાર ઉપર બાજ નજર રાખવા ખનીજ ચોરોએ 50 કરતા વધુ લોકોની ટીમ બનાવી મામલતદાર કચેરીના ગેટ પાસે નાગનાથ ચોક, નવયુગચોક, બસ સ્ટેન્ડ ચોક કોલકી રોડ, બાયપાસ, અશ્ર્વીન ટોકીઝઈ ટોલનાકા,  ખાખીજાળીયા ગામ પાસે, વરજાંગ જાળીયા ગામ પાસે ગધેથર, ઢાંક, ગામ પાસે,  ટોલનાકાથી ગણોદના પાટીયા સુધી દર  અર્ધા કલાકે   ફોરવીલ લઈને રાઉન્ડ મારવા

  • ઉપલેટા: મામલતદાર મહેશ ધનવાણીનું કલેક્ટરના હસ્તે સન્માન કરાયું
  • ખનીજ ચોરી કરતા શખ્સોની કમર ઢીલી કરતા નોંધ લેવાઇ

રાજકોટ જીલ્લામાં ઉપલેટા પંથક ખનીજ માફીયાઓ માટે કુબેરનો ખજાનો મનાય છે. આવા માથા ભારે ભૂમાફીયાઓ ઉપર જાનના જોખમે કામ કરવું એકલ દોકલ અધિકારીઓ માટે મુશ્કેલ બની જાય છે. છતા પણ જાનની પરવા કર્યા વગર, રજાના દિવસોમાં અડધી રાત્રે ભૂમાફીયાઓની પીઠ ઢીલી કરવામાં કોઇની શેહશરમ રાખ્યા વગર ખનીજ ચોરો સામે કરેલી કાર્યવાહીની નોંધ લઇ ઉપલેટાના મામલતદાર મહેશ ધનવાણીને મોમેન્ટોથી સન્માનીત કરાયા છે.

78માં સ્વાતંત્ર્ય પર્વ પર રાજકોટ પ્રમાણીક અને નિષ્ઠાવાન કલેક્ટર પ્રભવ જોષી દ્વારા ઉપલેટાના મામલતદાર મહેશ ધનવાણીએ મામલતદાર ઉપલેટા તરીકે ઉપલેટા તાલુકામાં થતી ખનીજ ચોરી અટકાવવા આપની સક્રિય ભૂમિકા ભજવી ઉમદા કામગીરી કરેલ છે. હકારાત્મક અભિગમ સાથે પ્રજાલક્ષી કામગીરી કરેલ આપના દ્વારા લોકસભાની સામાન્ય-2024 મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ સરકાર તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોની કામગીરી કરેલ છે. તેની જીલ્લા વહિવટદાર નોંધ લઇ આપને સન્માનિક કરે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.