રાજકોટ ગ્રામ્ય LCB મોટી સફળતા મળી હતી. જેમાં ત્રણ વર્ષથી હત્યાનો જે આરોપી નાસ્તો ફરતો હતો તેને રાજકોટ ગ્રામ્ય LCB એ જસદણ વિછીયા બાયપાસ નજીકથી ઝડપી પાડ્યો હતો.  2021માં જસદણના દેવપરા ગામે વૈધની આ આરોપીએ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવવાનો પ્લાન ફેઈલ થતા લૂંટ વિથ મર્ડરને અંજામ આપવાના ગુનામાં આઠમો આરોપીને ઝડપવામાં આવ્યો હતો. આ અગાઉ બે મહિલા સહિત સાતની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ આઠમાં આરોપીને પકડવા પર 10 હજારનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું.

આ અંગે વધુ મળતી માહિતી મુજબ, રાજકોટના જસદણ તાલુકાના દેવપરા ગામે એકલવાયું જીવન જીવતા વૃદ્ધ વૈધને હનીટ્રેપમાં ફ્સાવી લુંટી લેવાનો પ્લાન જુન 2021માં બનાવવામાં આવ્યો હતો. પરંતુ વૃદ્ધ તે સમયે ઊંઘી ગયા હોવાથી ટોળકીએ વૃદ્ધને મોતને ઘાટ ઉતારી રોકડ- દાગીનાની લૂંટ ચલાવવાના ગુનામાં સવા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને LCBએ દબોચી લીધો હતો. જે તે સમયે પોલીસે આ ગુનામાં બે મહિલા સહીત સાત આરોપીની ધરપકડ કરી 7 લાખનો મુદામાલ કબજે કર્યો હતો તેમજ પકડાયેલ આરોપી ઉપર 10 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

આ સાથે જસદણના દેવપરા ગામે રહેતા અને વૈધ તરીકે દાઝેલા વ્યક્તિઓનો ઘરગથ્થુ ઉપચાર કરતા માવજી વાસાણીની ગત તારીખ 30 જુન 2021ના રોજ તેના જ ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા આ વાત એ ચકચાર જગાવી હતી. તેમજ સમગ્ર મામલાની જાણ થતાં ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જે દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ રાજલ, તેના પતિ હિતેશ અને પુજા સહિત 7 શખ્સોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ત્યારે તે સમયે તપાસમાં ખુલ્યું હતું કે રાજલ દાઝેલા હોવાથી તે સારવાર માટે વૈધ પાસે જતા હતા અને પરિચય કેળવ્યો હતો બાદમાં વૃદ્ધને શરીર સુખની લાલચ આપી પૂજા સાથે પરિચય કરાવ્યો હતો

ત્યાર બાદમાં રાજસ્થાનથી અન્ય સાગરીતોને બોલાવી 30 જુન 2021 ના રોજ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો પ્લાન ઘડયો હતો પરંતુ રાત્રે ટોળકી પહોચી ત્યારે વૃદ્ધ સુઈ ગયા હોવાથી તેને મોતને ઘાટ ઉતારી રોકડ-દાગીના સહિતની લૂંટ ચલાવી ટોળકી નાસી છૂટી હતી જો કે પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો દરમિયાન એલસીબી પીઆઈ વી વી ઓડેદરા અને ટીમે આ ગુનામાં સવા ત્રણ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના ઝૂન-ઝૂન જીલ્લાના ચીડાવા તાલુકાના ઘોવલા ગામના આરોપી અમિત શીશારામ જાજડીયાને બાતમી આધારે જસદણ વિછીયા બાયપાસ રોડ ઉપરથી દબોચી લઈ જસદણ પોલીસને કબજો સોપ્યો હતો.

કાળુ રાઠોડ 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.