વૈષ્ણો દેવી મંદિર એટલે માઈ ભક્તો માટેનું આસ્થાનું કેન્દ્ર. ત્યારે જમ્મુમાં આવેલું આ મંદિર સમગ્ર દેશમાં ખુબ જ પ્રચલિત મંદિરોમાંનું એક છે. ત્યારે મંદિર માટે એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિરમાં કોઈ પણ માઈ ભક્ત શ્રદ્ધા થી પોતાની મનોકામના વૈષ્ણો દેવી સામે પ્રગટ કરે તો તે પૂરી થઇ છે. જેથી દર વર્ષે અહીં મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શન કરવા આવે છે. માતાનું આ મંદિર પર્વતની ટોચ પર બનેલું છે. જ્યાં ભક્તો અનેક માઈલની મુસાફરી કર્યા પછી માતાના દર્શન કરી શકે છે. જેથી નવરાત્રી આ મંદિરની અચૂક મુલાકાત લેવી જોઈએ

આ વિશે ઈતિહાસકારોનું એવું કહેવું છે કે આ ભવ્ય અને દિવ્ય મંદિર લગભગ 700 વર્ષ પહેલા પંડિત શ્રીધર દ્વારા બનાવવામાં આવ્યું હતું. પંડિત શ્રીધર માતાના પરમ ભક્ત હતા. આ જ કારણ છે કે એક દિવસ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને વૈષ્ણો માતાએ તેમના સ્વપ્નમાં આવીને કહ્યું- હે પુત્ર! તમે માતા વૈષ્ણો માટે ભંડારાનું આયોજન કરો. આટલું કહીને માતા ગાયબ થઈ ગયા હતા.

ત્યાર બાદ, બીજા દિવસે સવારે પંડિત શ્રીધરે આ સ્વપ્ન વિશે તેમના પરિવારના સભ્યોને કહ્યું અને પછી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પંડિત શ્રીધર ખૂબ જ ગરીબ હતા, જેથી ભંડારામાં આવતા ભક્તોની ભીડ જોઈને તેઓ ચિંતિત થયા હતા. તે બાબતે એવું કહેવામાં આવે છે ઈ ગયા. એવું કહેવાય છે કે તે ભંડારામાં એક દીકરી સામેલ હતી, જે ભક્તોને પ્રસાદ વહેંચી રહી હતી.

જ્યારે ભક્તોએ તે દીકરીને તેનું નામ પૂછતા તેણીએ પોતાનું નામ વૈષ્ણવી જણાવ્યું હતું. ભંડારો ચાલ્યો ત્યાં સુધી વૈષ્ણવી ત્યાં હાજર રહી અને પછી ગાયબ થઈ ગઈ. જ્યારે પંડિત શ્રીધર વૈષ્ણવીને મળવા માટે બેચેન થયા ત્યારે તેમણે ભક્તોને તે દીકરી વિશે પૂછ્યું – વૈષ્ણવી ક્યાં ગઈ? તે સમયે કોઈએ વૈષ્ણવી વિશે કોઈ માહિતી આપી ન હતી. આ પછી પંડિત શ્રીધર ઘણા દિવસો સુધી યુવતી વૈષ્ણવીને શોધતા રહ્યા, પરંતુ તે ક્યારેય મળી નહીં. પછી એક રાત્રે વૈષ્ણવી પંડિતના સ્વપ્નમાં દેખાઈ અને તેને કહ્યું કે તે માતા વૈષ્ણવી છે.

સ્વપ્નમાં માતાએ તેમને ત્રિકુટા પર્વત પર સ્થિત ગુફા વિશે પણ જણાવ્યું. પછી પંડિત શ્રીધરને એક ગુફા મળી અને સંપૂર્ણ વિધિપૂર્વક વૈષ્ણો દેવીની પૂજા કરી. ત્યારથી આજ સુધી માતા વૈષ્ણવની પૂજા ચાલુ છે. તમને જણાવી દઈએ કે આજે આ ગુફાને મા વૈષ્ણો દેવીનું મંદિર કહેવામાં આવે છે. અહીં માતા વૈષ્ણો દેવી લક્ષ્મી, સરસ્વતી અને કાલી સાથે બિરાજમાન છે. કળિયુગમાં વૈષ્ણો માતાના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામે માતા વૈષ્ણો કહેવાતી દેવી ત્રિકુટાને આ સ્થાન પર રહેવા અને કળિયુગના અંત સુધી ભક્તોના દુઃખ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી દેવી તેની માતાઓને અનુસરવા લાગી તેમજ સંગ અહીં રહે છે અને ભગવાનના કલ્કિ અવતારની રાહ જોઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માતાના આ દરબારમાં દર્શન કરી શક્યા એ ખૂબ જ સૌભાગ્યની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.