- જવલનશીલ પદાર્થ મિશ્રણ કરી વેચાણ કરતા હોવાની વ્યાપક ફરિયાદો
- પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા અવારનવાર આપવામાં આવ્યા છે આવેદન પત્ર
જુનાગઢ: સમગ્ર રાજ્યમાં બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે પ્રતિબંધ હોવા છતાં બાયોડીઝલનું વેચાણ જુનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર તથા કોઈપણ સરકારી વિભાગની NOC તેમજ અન્ય શરતભંગ થી ચાલી રહ્યું છે. ત્યારે બાયોડીઝલ અને અન્ય જ્વલનશીલ ફ્યુલ પ્રોડક્ટના પંપ વિરુદ્ધ અવારનવાર પુરવઠા અધિકારી કલેકટર તેમજ જિલ્લા પોલીસ ને રજૂઆત કરવામાં આવી હોવા છતાં બાયોડીઝલનું વેચાણ હજુ બંધ થયું નથી.
ત્યારે જુનાગઢમાં બાયોડીઝલના નામે અન્ય જ્વલંતશીલ પદાર્થ મિશ્રણ કરી વેચાણ કરતા હોવાની અનેક ફરિયાદો કરવામાં આવી છે. તેમજ ડીઝલનો સ્ત્રોત આખા ભારતમાં ખૂબ જ સીમિત છે તેથી તેનું પ્રોડક્શન કરવું ખૂબ જ અઘરું છે ત્યારે બહુ જ સીમિત પુરવઠો હોવાથી તેનું વધુ વેચાણ થઇ રહ્યું છે જેની ફરિયન નોંધાવ્યા છતાં પણ જિલ્લામાં ચોકી થી લઈને માળિયા ચોરવાડ સુધી બાયોડીઝલનો નેટવર્ક ચાલી રહ્યું હોવાનું ત્યાંના લોકોએ જણાવ્યું હતું.
આ સાથે આ વેચાણ ને રોકવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ત્યારે પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા અવારનવાર આવેદન પત્ર આપવામાં આવ્યા છે તેમજ રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ફરી એક વાર તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.
ચિરાગ રાજ્યગુરુ