Rajkot : અટલબિહારી વાજપાઈ ઓડિટોરીયમ ખાતે આજે દસમાં તબક્કાનો મહાનગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં  લોકોને વિવિધ યોજનાનો લાભ એક જ સ્થળે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અહીં વિવિધ યોજનાઓનો લાભ મેળવનારા લોકો ખુશ જોવા મળ્યા હતા. આ સાથે જ્યારે આ કાર્યક્રમમાં આવાસ અને પાણીનાં પ્રશ્નો લઈને પણ કેટલાક નાગરિકો આવ્યા હતા. જો કે, આવા પ્રશ્નો અંગે કોઈ યોગ્ય જવાબ આપતું નહીં હોવાથી તેમને નિરાશામળી હતી. આ કેમ્પના આયોજનમાં  રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન  સેવા સેતુ ગામમાં બહોળી  સંખ્યામાં લોકો જોડાયા હતા. અને બહોળી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો હતો.

1 2

મળતી માહિતી મુજબ સેવા સેતુ કેમ્પમાં નાગરિકોને સરકારની જુદી જુદી યોજનાઓની  માહિતી આપવામાં આવી હતી. જેમાં આયુષ્ય માન કાર્ડ, સ્વ નિધિ યોજના, ક્રાંતિ સ્વ સહાય જૂથના લાભાર્થીઓને ચેક વિતરણ, સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, RCH, આયુષ્માન યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, PM ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, આવાસ યોજના, ઉજ્વલા યોજના, મુદ્રા લોન યોજના, ડિજિટલ પેમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિશ્વકર્મા યોજના, ઉજાલા યોજના  અને મામલતદાર કચેરી હસ્તકની સરકારની યોજનાઓની લોકોને માહિતી આપવામાં આવી હતી.

 

seva setu 2

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.