• સાંસદ પૂનમ માડમ દ્વારા જન્મદિન નિમિત્તે મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન
  • રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાતાઓની લાંબી કતારો
  • મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ બન્યું ઓશવાળ સેન્ટરScreenshot 4 7

Jamnagar : જામનગરના સંસદ સભ્ય પૂનમ માડમે તેમના જન્મ દિનની ઉજવણીમાં ઓશવાળ સેન્ટરમાં મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ તથા માનવ સેવના યજ્ઞ સમાન રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉજવાઈ રહેલા સેવા પખવાડિયા અંતર્ગત સાંસદ પૂનમ માડમે પોતાના જન્મ દિવસની ઉજવણી પણ સેવાકિય પ્રવૃત્તિ સાથે કરી હતી. ઓશવાળ સેન્ટરના વિશાળ પરિસરમાં જે રીતે હોસ્પિટલમાં તમામ રોગના વિભાગ હોય છે તે રીતે અલગ-અલગ વિભાગો અને સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. જેમાં તમામ નાના-મોટા જટીલ રોગોના નિષ્ણાંત ડોકટરોની સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી.Screenshot 5 2

આ કેમ્પનો લાભ લેવા જામનગર શહેર તથા જિલ્લા ભરમાંથી દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. આ કેમ્પમાં વિભાગ વાઈસ મેગા મેડીકલ સ્ટોર પણ રાખવામાં આવ્યો છે. જેમાંથી દર્દીઓને સ્થળ ઉપર જ તમામ જરૂરી દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી.  આ મેગા મેડિકલ કેમ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન ઓશવાળ સેન્ટરના એસી હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન કરવા માટે સવારથી જ લાંબી કતારો લાગી હતી. તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી પૂનમને જન્મદિનની સેવાકાર્યમાં સહયોગની અનોખી ભેટ ધરી હતી.Screenshot 7 1

આ કાર્યક્રમમાં વીસ્ટા કંપનીના સીએસઆર હેઠળ હાલારના કોઈપણ સમાજના હોય તેવા 23 કન્યા છાત્રાલયોમાં તેમની ક્ષમતા અને જરૂરીયાત પ્રમાણે કુલ 60 એરકન્ડીશ્નર અને 150 કોમ્પ્યુટર સીસ્ટમ છાત્રાલયોના સંચાલકોને ભેટ સ્વરૂપે સંસદ પૂનમ માડમના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.  ઓશવાળ સેન્ટરમાં હાલારના તેમજ અન્ય શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, ભાજપના નેતાઓ, અન્ય રાજકિય નેતાઓ, સામાજિક સંસ્થા, જ્ઞાતિ-સમાજના હોદ્દેદારો, સગા, સ્નેહીઓ તેમજ સમર્થકો અને હિતેચ્છુઓ ખૂબ મોટી સંખ્યામાં સંસદ પૂનમ માડમને જન્મ દિવસના અભિનંદન અને શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા હતાં.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.